સિંહોના અપમૃત્યુ મામલોઃ હાઇકોર્ટે સરકાર પાસે ૨૭ જાન્યુ સુધીમાં માંગ્યો જવાબ
ગીરના જંગલમાં સિંહોના અપમૃત્યુ મામલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજી લીધી છે. ચીફ જસ્ટીસના હુકમ બાદ પણ રેલ્વે મંત્રાલય અને કેન્દ્ર-રાજય સરકારે જવાબ રજૂ નહી કરતા હાઇકોર્ટે ૨૭ જાન્યુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. ગીર જંગલમાંથી પસાર થતી રેલ્વે ટ્રેક અને પાઇપલાઇનના લીધે સિંહોના જીવન સામે જોખમ વધ્યુ છે. જંગલમાંથી ટ્રેક પસાર થતા સિંહો ઘાયલ વાને કારણે અનેક સિંહો રેલ્વેની હડફેટે આવી જતા ઘાયલ થાય છે. હાઇકોર્ટે આ અંગે ૨૭ જાન્યુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
રાજકોટમાં છેલ્લા દોઢ મહિનાથી સિંહ ત્રિપુટીએ મુકામ કર્યો છે. આ પૈકી એક સિંહને કોલર હોવાથી લોકેશન સરળતાથી મળી રહે છે. જોકે હવે તે કોલર અથવા બેટરી બદલાવવા માટે સાસણથી એક ખાસ ટીમ રાજકોટ આવી પહોંચી છે.
વનવિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ સિંહમાંથી એક સિંહને દોઢ વર્ષ પહેલા કોલર પહેરાવ્યું હતું. આ ઉપરાંત જ્યારથી રેવન્યૂ વિસ્તાર તરફ આવ્યા છે ત્યારથી સતત લોકેશન લેવાયા હતા અને દર ૨૪ કલાકે લોકેશન લેવાઈ રહ્યા છે.