‘વિશ્વ પર્યાવરણ દિન’ – ખાસ લેખ..
EV સ્ટાર્ટઅપ્સ માટે ‘માઈન્ડ ટુ માર્કેટ’ દ્વારા કમપ્લિટ ઇકોસિસ્ટમ ઊભી કરીને પર્યાવરણ ક્ષેત્રે ઉજળા ભવિષ્યની રચનામાં અગ્રેસર ICREATE EV સેન્ટર ઑફ એક્સેલન્સ
૫૬૨ જેટલાં સ્ટાર્ટ-અપ્સને સપોર્ટ, ૪૯ પેટન્ટ ફાઇલ અને ૧૨૬૩ યુવાઓને રોજગાર પૂરો પાડીને ગુજરાતના સ્ટાર્ટ અપ કલ્ચરને ICREATE દ્વારા નવી દિશા આપવામાં આવી
પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો ભવિષ્યની જરૂરિયાત છે. સમગ્ર વિશ્વમાં વિજ્ઞાન સમુદાય રોજિંદા જીવનમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં ભારે કાર્બન ઉત્સર્જનને રોકવા માટે વર્તમાન સમયમાં વિશ્વમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ વિકલ્પો પૈકીનો એક ‘ગ્રીન મોબિલિટી’ છે.
આજે વાત કરવી છે રાજ્યની એક એવી સંસ્થાની જે ગ્રીન મોબિલિટી ક્ષેત્રે સીમાચિહ્ન રૂપ કાર્ય કરી રહી છે. અમદાવાદ ખાતે આવેલ ICREATE ઇલેક્ટ્રીક વ્હીકલ અને ગ્રીન મોબિલિટી ક્ષેત્રે આવનારા સમયની માંગ અનુસારના સંશોધનોને પ્રોત્સાહન અને પ્લેટફોર્મ આપી રહી છે.
ICREATE ઇલેક્ટ્રિક વ્હિકલ્સ ક્ષેત્રે એક યથાયોગ્ય ઇકો સિસ્ટમ બનાવવા અને ઇલેક્ટ્રિક વ્હિકલ્સ માર્કેટમાં સિનર્જી સ્થાપવા પ્રત્યે કટિબદ્ધ છે. પોતાના આ ધ્યેયને સાકાર કરવાની દિશામાં અને ઇલેક્ટ્રિક વ્હિકલ્સ ક્ષેત્રે સંશોધનોને વેગ આપવા માટે ICREATE દ્વારા ICREATE EV સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે. આ આગવું સેન્ટર પોતાની આગવી કાર્યપદ્ધતિ અને ફેસેલિટી થકી ગ્રીન મોબિલિટી સેક્ટરમાં સફળ નેક્સ્ટ-જનરેશન ઇનોવેશન દ્વારા વૈશ્વિક નકશા પર ભારતીય EV સ્ટાર્ટઅપ્સને સ્થાન આપવા માટે કાર્યરત છે.
ICREATEના EV CoE દ્વારા સમર્થિત બ્રેક-થ્રુ ઈનોવેશન્સ માં રેર-અર્થ મેગ્નેટ ફ્રી મોટર્સ, ઇન્ટિગ્રેટેડ EV સિમ્યુલેશન પ્લેટફોર્મ્સ, શ્રેષ્ઠ ગુણવત્તાના લો-કોસ્ટ સ્ટેકેબલ એક્ષિયલ ફ્લક્સ મોટર્સ, બેટરીની આગને રોકવા માટે લિકવિડ ઇમર્સન કૂલિંગ સાથેની લિથિયમ-આયન બેટરીઓ, ઇન્ટરઓપરેબલ ચાર્જપોઇન્ટ મેનેજમેન્ટ સોફ્ટવેર, ઝડપી ચાર્જિંગ બેટરી પેક બનાવવા માટેની પેટન્ટ ટેક્નોલોજીઓ જેવા ઘણાં બધા ઈનોવેશન્સનો સમાવેશ થાય છે;
EV ડોમેઈનમાં ICREATE દ્વારા સપોર્ટેડ પ્રોજેક્ટ્સ.
– ચાર્જિંગ સિસ્ટમ્સ માટે બેટરી અને બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ્સ આધારિત પ્રોજેક્ટ
– એનર્જી રિકવરી સિસ્ટમ્સ પ્રોજેક્ટ્સ
– હાઇબ્રિડ એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ
– ઓટોનોમસ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ્સ અને સ્માર્ટ કાર્યક્ષમતા સિસ્ટમ્સ આધારિત પ્રોજેક્ટ્સ
ICREATE દ્વારા સપોર્ટેડ/ઇન્ક્યુબેટેડ પ્રોજેક્ટ્સ/સ્ટાર્ટઅપ્સ
Create incubated EV સ્ટાર્ટઅપ્સનું એક ઉત્તમ ઉદાહરણ CHARGE ZONE કંપની છે. આ કંપનીને સમગ્ર ભારતમાં ૫૦,૦૦૦ થી વધુ ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે તાજેતરમાં ઇં૩૦૦ મિલિયનના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરવામાં ICREATE દ્વારા મદદ પૂરી પાડવામાં આવી છે.
ICREATE ની ફ્લેગશિપ EV ઈનોવેશન ચેલેન્જ એવી EVangelsie’૨૧ ઇવેન્ટના ટાઈટલ પ્રાઈઝના વિજેતા ક્લીન ઈલેક્ટ્રિકે તાજેતરમાં કલારી કેપિટલ પાસેથી સીડ ફંડીંગ સ્વરૂપે $૨.૨ મિલિયન (?૧૬ કરોડ) એકત્ર કર્યા છે. આ સ્ટાર્ટ-અપે ડાયરેક્ટ લિક્વિડ કૂલિંગ ટેક્નોલોજી વિકસાવી છે, જેમાં બેટરીના કોષો કૂલન્ટના ૧૦૦ ટકા સંપર્કમાં હોય છે, જેના લીધે મહત્તમ સલામતીની ખાતરી મળે છે.
ઉપલબ્ધિઓઃ-
– ટેક્નોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર ૨૦૨૦ માટે નેશનલ એવોર્ડ વિજેતા
– શરૂઆતથી અત્યાર સુધી કુલ ૫૬૨ જેટલાં સ્ટાર્ટ-અપ્સને સપોર્ટ પૂરો પાડ્યો
– ૪૯ પેટન્ટ ફાઇલ કરવામાં આવી
– ૧૨૬૩ યુવાઓને રોજગાર પૂરો પાડવામાં મદદરૂપ બન્યા.
ICREATEના CEO અવિનાશ પુનેકર જણાવે છે કે, ICREATE ખાતે અમે ‘પાવર ઓફ ચેન્જ ‘ના સિદ્ધાંતમાં દૃઢપણે વિશ્વાસ રાખીએ છીએ.અમારા પ્રયાસો સસ્ટેનેબલ ભવિષ્યના નિર્માણ માટે ટેક્નોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા તરફ કેન્દ્રિત થયેલા છે. અમે સમાજને લાભ થાય તેવા સંશોધનોને યોગ્ય મંચ પૂરું પાડીને ભારતીય સંશોધકોને વૈશ્વિક નક્શા પર લાવવા માટે પ્રયાસરત છીએ. આ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે હું ઇલેક્ટ્રિક વાહનો અને ગ્રીન મોબિલિટી ક્ષેત્રે સંકળાયેલા દરેક સ્ટેકહોલ્ડર સાથે મળીને ICREATEના પ્લેટફોર્મ થકી શ્રેષ્ઠ સંશોધનોને યોગ્ય દિશા પૂરી પડીને ગ્રીન મોબિલિટી ક્ષેત્રે દેશનું ભાવિ ઉજ્જ્વળ બનાવવામાં સહભાગી બને એવી વિનંતી કરું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ સ્થપાયેલ ICREATE (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ ટેક્નોલોજી) એ ગુજરાત સરકારનું એક સ્વાયત્ત કેન્દ્ર છે, જે ટેક ઇનોવેશન પર આધારિત સ્ટાર્ટ-અપ્સને સફળ વ્યવસાયોમાં પરિવર્તિત કરવા માટેની સુવિધા પૂરી પાડતી ભારતની સૌથી મોટી સંસ્થા છે. ICREATE ઈનોવેટર્સને હાઈ-ટચ, એન્ટરપ્રેન્યોર-ફર્સ્ટ મોડલ પ્રદાન કરે છે અને તેમને મેન્ટર્સ, માર્કેટ અને ફંડિંગ સાથે ICREATE EVડે છે. અમદાવાદમાં દેવધોલેરા ખાતે ૪૦ એકરના અત્યાધુનિક કેમ્પસમાં સ્થિત ICREATE ખાતે સિસ્કો કંપની દ્વારા ભારતમાં તેની સૌથી મોટી ઇનોવેશન લેબ સ્થાપવામાં આવી છે. આ ઉપરાંત,વિજ્ઞાન અને ટેકનોલોજી માટે ભારતની સર્વોચ્ચ સંસ્થા એવી CSIR સહિત વિશ્વભરની અગ્રણી સંસ્થાઓ સાથે ICREATE વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે.
૨૦૧૨ થી ICREATE એ ICREATE આંત્રપ્રિન્યોરશિપ લિટમસ ટેસ્ટ એક્સિલરેટર , ICREATE iCreate Idea Accelerator, ગ્રૂમિંગ પ્રોગ્રામ્સ ,WhatNEXT, EVangelise’21 જેવા તેના ફ્લેગશિપ પ્રોગ્રામ્સ દ્વારા ટેક્નોલોજી બેઝડ ઇનોવેશનને એક યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતાને યોગ્ય મંચ પૂરું પાડતી પ્રતિબદ્ધ અગ્રણી સંસ્થા તરીકે ICREATE ભારતની મિશન EV ૨૦૩૦ અને ગ્રીન મોબિલિટીના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
ICREATE EV COE નું મિશનઃ-
– EV ઇનોવેટર્સને અત્યાધુનિક ઇવી ટેક્નોલોજી પ્રદાન કરવી અને યોગ્ય સંશોધનો થકી ભારતીય EV ઉત્પાદકો માટે પડતર ખર્ચ ઘટાડવા, જેથી તેઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બને.
– શૂન્ય-કાર્બન ઇંધણનો ઉપયોગ કરતી ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ પાવર ટ્રેનો સાથેના પબ્લિક ટ્રાન્સપોર્ટ સ્થાપવા તથા અમલમાં મૂકવા અને દેશને ગ્રીન મોબિલીટી ક્ષેત્રે પગભર બનાવવો
ICREATE EV CoE સેન્ટરના કાર્યો ઃ-
– કોર્પોરેટ, સંશોધન સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય ઇનોવેશન ઇકોસિસ્ટમ્સ સાથે સહયોગ સ્થાપવો
– EV સ્ટાર્ટઅપ્સ માટે ‘માઈન્ડ ટુ માર્કેટ’ સિદ્ધાંત આધારિત વ્યવસ્થા સ્થાપવી
– EV ઉદ્યોગ માટે તકનીકી ધોરણો વિકસાવવા
– ICREATE ના EV સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવેલ ઇનોવેશનની ફિલ્ડ ટ્રાયલ માટે વ્યવસ્થા પૂરી પાડવી
– યોગ્ય પબ્લિક – પ્રાઇવેટ પાર્ટનરશીપ દ્વારા EV સ્ટાર્ટ અપને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવું
-EV ઇનોવેશનને ગ્લોબલ મંચ પૂરું પાડવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે ભાગીદારી બનાવવી
– અત્યાધુનિક ડિઝાઇન અને સિમ્યુલેશન લેબ્સ સાથેનું સુસ્થાપિત કેમ્પસ ઝડપથી અને શ્રેષ્ઠ રીતે પ્રોટોટાઇપ બનાવવા માટેની સુવિધાઓ પ્રદાન કરે છે.
ભૂતકાળની જબરદસ્ત સફળતાઓને આધારે આ વર્ષે ICREATE એ ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સની સાથે સાથે હવે સેમિકન્ડક્ટર એપ્લીકેશન્સ સહિતના ફોર-વ્હીલર્સ અને ભારે વાહનો માટે પણ ઇનોવેટીવ સોલ્યુશન વિકસાવતા ઇનોવેટર્સને તકો અને સમર્થન પૂરું પાડવાનું નક્કી કર્યું છે.
ICREATE EV COE હવે વિદ્યાર્થીઓ, ઇનોવેટર્સ, સ્ટાર્ટ-અપ્સ અને ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત સંશોધનકર્તાઓને EV સેકટર માટે એપ્લિકેશન્સ બનાવવા માટે RISC-V આર્કિટેક્ચર પર આધારિત તેની IC SOC42 સિસ્ટમ પૂરી પાડશે. શક્તિ, VEGA અને અન્ય સમાન RISC-V પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ઇનોવેટર્સને હાર્ડવેર સોલ્યુશન્સ વિકસાવવાની પણ તક મળશે.