ભારતે ૯ માછીમારો સહિત ૨૨ પાકિસ્તાનીઓને મુક્ત કર્યા

ભારત અને પાકિસ્તાનના સંબંધો ભલે સુધર્યા ના હોય પણ ડિપ્લૉમેટિકલી રીતે બન્ને એકબીજાના કાયદાને મહત્વ આપી રહ્યાં છે, હાલમાં ફરી એકવાર ભારતે ભારતમાં કેદ પાકિસ્તાની માછીમારો સહિતના કેદીઓને મુક્ત કર્યા છે.

ભારત સરકારે કચ્છની જેલમાં બંધ ૯ માછીમાર સહિત ૨૨ પાકિસ્તાનીઓને હાલમાં જ મુક્ત કર્યા છે. ખરેખરમાં, થોડા દિવસો પહેલા જ પાકિસ્તાને ૧૮૪ ગુજરાતી માછીમારોને મુક્ત કર્યા હતા, હવે આ પગલે ભારતે પણ કાર્યવાહી કરી છે, ભારતે જુદી-જુદી જેલોમાં બંધ ૨૨ જેટલા પાકિસ્તાનીઓને વાઘા-અટારી બોર્ડર પરથી સરહદ પાર કરીને પાકિસ્તાનીઓને તેમના દેશના હવાલે કર્યા છે. દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશન દ્વારા જારી કરાયેલ ‘ઈમરજન્સી ટ્રાવેલ સર્ટિફિકેટ’ના આધારે આ તમામને પાકિસ્તાન મોકલવામાં આવ્યા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news