અમદાવાદમાં વિકાસ એસ્ટેટમાં લાગી ભીષણ આગ, ફાયરની ૧૦-૧૫ ગાડીઓ ઘટનાસ્થળે પહોચી આગને કાબુમાં કરી
અમદાવાદ શહેરના બાપુનગર નજીક આવેલ અનિલ સ્ટ્રાચ મિલ કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિકાસ એસ્ટેટમાં આગ લાગતા અપરા તફરી મચી જવા પામી છે. ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. હાલમાં ફાયર વિભાગની સાત ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગની ઘટનાને કારણે આજુબાજુના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. આગ એટલી ભીષણ છે કે આજુબાજુના કારખાનામાં પ્રસરી રહી છે. હાલમાં ધાણીની જેમ ફટાકડા ફૂટી રહ્યા છે. ૪ વાગ્યે લાગેલી આગ હજુ પણ કાબુમાં આવી નથી. આગને પગલે નજીકમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે મનપાની બેદરકારીના કારણે આ આગ લાગી છે. આગને કાબુમાં લેવા રોબોટીક સિસ્ટમથી પાણીનો છટકાવ કરવામાં આવી રહ્યો છે. જ્યાં આગ લાગી છે ત્યા ફટકડાની ગેરકાયદે દુકાનો આવેલી છે.