કચ્છમાં ફરી એકવાર ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સોમવારે સવારે ૯.૦૫ મિનિટ પર આ આંચકો આવ્યો હતો. આ આંચકાની તીવ્રતા ૩.૩ નોંધાઈ છે. કચ્છના દુધઈથી નોર્થ-ઈસ્ટમાં ૧૧.૮ કિમી દૂર આ આંચકો નોંધાયો છે.
મહત્વનું છે કે ભૂકંપના આ આંચકાથી જાન-માલને કોઈ નુકસાન થયું નથી. શિયાળાની સીઝનમાં ઠંજીમાં થઈ રહેલી વધઘટને કારણે કચ્છમાં ભૂકંપના ઝટકા આવતા રહે છે.