ન્યૂઝીલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર ૭.૩ની તીવ્રતા, અપાઈ ચેતવણી
ન્યૂઝીલેન્ડમાં ભૂકંપ આવવાનો સિલસિલો ચાલુ છે. આ જ કડીમાં ભારતીય સમય મુજબ આજે સવારે ૬.૧૧ વાગે ભૂકંપના જોરદાર ઝટકા મહેસૂસ થયા છે. આ ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેર્માડેક ટાપુ પર ૭.૩ની તીવ્રતાથી આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ જમીનની નીચે ૧૦ કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી ઈશ્યુ કરાઈ છે. આ અગાઉ માર્ચ મહિનામાં પણ ન્યૂઝીલેન્ડમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા હતા. અત્રે જણાવવાનું કે ન્યૂઝીલેન્ડમાં માર્ચ મહિનામાં પણ ૭ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ પણ કેર્માડેક ટાપુ ઉપર જ આવ્યો હતો. તે સમયે તેની તીવ્રતા રિક્રટર સ્કેલ પર ૭.૦ની હોવાનું કહેવાયું હતું.