વાયુ પ્રદૂષણ સામે લડવા માટે તમામ રાજકીય પક્ષોના સાંસદો આગળ આવ્યા

ગુરૂગ્રામઃ સમાજમાં જાગૃતિ ફેલાવીને પર્યાવરણને બચાવવાની કડીને આગળ વધારવા માટે 25થી 26 માર્ચ દરમિયાન ગુરૂગ્રામના ધ ગેટવે રિસોર્ટ દમદમા લેક બાય તાજ ખાતે સંસદના સભ્યો માટે બે દિવસીય સ્વચ્છ હવા વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

વર્કશોપનું આયોજન પાર્લામેન્ટેરિયન્સ ગ્રુપ ફોર ક્લીન એર (પીજીસીએ) દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્વાનીતિ ઇનિસિએટિવ દ્વારા સુવિધા આપવામાં આવી હતી, જે પીજીસીએના સચિવાલય તરીકે કાર્ય કરે છે. સાંસદ અને પીજીસીએ કન્વીનર ગૌરવ ગોગોઈ અને સાસંદ પ્રદ્યુત બોરદોલોઈ સહિત ગ્રુપના અન્ય માનનીય સભ્યો હસનૈન મસૂદી, પીજીસીએના સભ્ય શ્યામ સિંહ યાદવ, સભ્ય ડૉ. કલાનિધિ વીરસ્વામી, સભ્ય સુજીત કુમાર અને સભ્ય જગન્નાથ સરકાર, પીજીસીએના સભ્ય ડૉ. મહુઆ માજી અને સભ્ય ઈન્દ્ર હેંગ સુબ્બા વર્કશોપમાં હાજર રહ્યા હતા.

વર્કશોપ વિશે વાત કરતાં, માનનીય સંસદસભ્ય (લોકસભા) અને પીજીસીએના કન્વીનર ગૌરવ ગોગોઈએ જણાવ્યું કે અમે ખરેખર માનનીય સંસદસભ્યોને ક્લીન એર વર્કશોપ માટે એકસાથે આવવા પ્રોત્સાહિત કરીએ છીએ. વાયુ પ્રદૂષણનું ભયજનક સ્તર આપણા દેશ માટે ચિંતાનું કારણ બની રહ્યું છે અને આપણે તેને સામૂહિક રીતે સંબોધીએ તે સમય આવી ગયો છે. પીજીસીએના માર્ગદર્શન હેઠળ સ્વાનીતિ ઇનિસિસિએટિવ દ્વારા આયોજિત ક્લીન એર વર્કશોપ એ અમારૂં લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અમે આશા રાખીએ છીએ કે આપણા નાગરિકોના સ્વસ્થ ભવિષ્ય માટે વાયુ પ્રદૂષણને પહોંચી વળવા વધુ પહેલ અને પગલાં લેવામાં આવશે.

વર્કશોપના પ્રથમ દિવસે, માનનીય સંસદ સભ્યોએ સક્રિયપણે ભાગ લીધો હતો અને સીઆઈઆઈ, શક્તિ સસ્ટેનેબલ એનર્જી ફાઉન્ડેશન અને ટેરીના વિશિષ્ટ ક્ષેત્રના નિષ્ણાતોની હાજરીમાં વિવિધ વિષયો પર ચર્ચા દરમિયાન તેમની આંતરદૃષ્ટિ શેર કરી હતી. વર્કશોપના બીજા દિવસે દેશના વિવિધ ભાગોમાં નબળી હવાની ગુણવત્તા અને માનવ સ્વાસ્થ્ય પર તેની અસરોને ધ્યાનમાં લેતા વાયુ પ્રદૂષણ પરનું સંકલન બહાર પાડવામાં આવ્યું હતું, તેમજ વર્કશોપનો બીજો દિવસે આ બેઠકમાં ભાગ લેનાર સંસદસભ્યો દ્વારા ચાર્ટર ઑફ ડિમાન્ડની ચર્ચા કરવામાં આવી હતી.

કમ્પેન્ડિયમમાં પીજીસીએના માર્ગદર્શન હેઠળ સ્વાનીતિ ઈનિસિએટિવ; ક્લાઈમેટ ટ્રેન્ડ્સ, સીઆઈઆઈ, ક્લીનર એર – બેટર લાઈફ અને અન્ય ઘણા નિષ્ણાતોના સહયોગથી બનાવવામાં આવ્યું છે. સંગ્રહમાં લખેલા મોનીટરીંગ ઈન્ડીકેટર્સનો હેતુ સંસદસભ્યોને સક્ષમ બનાવવાનો છે. જેથી તેઓ પોતપોતાના મતવિસ્તારમાં હવાની ગુણવત્તા સંબંધિત કાર્યક્રમો પર નજર રાખે અને સરકારના પ્રયાસોને મજબૂત બનાવે.

કમ્પેન્ડિયમમાં 14 મોનિટરિંગ જૂથોનો સમાવેશ થાય છે અને આ સંગ્રહ સંસદસભ્યો માટે સરકારની વિવિધ નીતિઓમાં દર્શાવેલ સમસ્યાઓ અને ઉકેલો પર પ્રગતિની સ્થિતિ ચકાસવા માટે પગલાં લેવા યોગ્ય સૂચકો પૂરા પાડે છે. એર ક્વોલિટી મોનિટરિંગ, રોડ ડસ્ટ અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ, ઓપન ગાર્બેજ બર્નિંગ, ઈન્ડસ્ટ્રીયલ એર પોલ્યુશન કંટ્રોલ, ગ્રીન કવર સ્કીમ, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ઈલેક્ટ્રિક વાહનો, પાકના અવશેષો સળગાવવા, ક્લીન એનર્જી, યુએલબી સાથે સંસાધનો, ખાણકામ, જાહેર આરોગ્ય, તાલીમ અંતિમ ક્ષમતા નિર્માણ અને મોનિટરિંગ જૂથમાં હાલના કાર્યક્રમો વગેરેનું મૂલ્યાંકન સામેલ છે.

નીતિગત બાબતોમાં જાહેર સ્વાસ્થ્યની સાથે વાયુ ગુણવત્તાનું સંકલન, પ્રદૂષકોને વધુ સારી રીતે પકડવા માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સમાન માળખાકીય સુવિધાઓની સ્થાપના, મ્યુનિસિપલ અથવા શહેર-સ્તરના એરશેડ અભિગમોને ધ્યાનમાં રાખતા, વાયુ પ્રદૂષણની બાઉન્ડ્ર્રી અસરની અસકરાકરતાને ઘટાડવા માટે આંતરરાષ્ટીય સહયોગ, સ્વચ્છ વાયુ પહેલને અપનાવવા માટે સરકાર અને અન્ય હિતધારકોની સાથે ઉદ્યોગોની ભાગીદારી વગેરેનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત બે દસ્તાવેજોનું લોન્ચિંગ ચોક્કસપણે તમામ હિતધારકો વચ્ચે સહકાર અને સહયોગના લક્ષ્યોને હાંસલ કરીને રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે સ્વચ્છ હવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક સારી પહેલ છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news