કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પાટણના સિદ્ધપુર તાલુકાના કુંવારા ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનના છઠ્ઠા તબક્કાનો કરાવ્યો પ્રારંભ

પાટણઃ બે વખત રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ એવોર્ડ મેળવતા રાજ્ય સરકારના ક્રાંતિકારી એવા ૧૦૪ દિવસ ચાલનારા સુજલામ સુફલામ જળ અભિયાનના છઠ્ઠા તબક્કાનો પાટણના સિદ્ધપુર તાલુકાના કુંવારા ખાતેથી સમાંરભના અધ્યક્ષ કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કરાવ્યો હતો.

સમાંરભના અધ્યક્ષ કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે જળસંચય અને જળસંવર્ધનથી વરસાદી પાણીનો સંગ્રહ કરી વધતી જતી વસ્તીના તેમજ ખેતી માટે સિંચાઈ માટે જળ સુનિશ્ચિત કરવા અને ભૂગર્ભજળના સ્તર ઉંચા લાવવાનો મુખ્ય હેતુ આ અભિયાનનો છે. સમાજની વધુમાં વધુ સંસ્થાઓ જોડાય અને જનભાગીદારી થી જળસમૃદ્ધી અને તે થકી સુવર્ણ વર્તમાન અને ભવિષ્યનું નિર્માણ આ યોજનાની પરિકલ્પના છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જસુભાઇ પટેલ, શંભુભાઈ દેસાઇ, તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, વિક્રમસિંહ ઠાકોર, અભુજી ઠાકોર, કલેકટર સુપ્રીતસિંગ ગુલાટી, ડીડીઓ સોલંકી સાહેબ, ડીઆરડીઓં મકવાણા સાહેબ, જળ સંચય અધિકારી ભાવસારસાહેબ, પ્રાંત અધિકારી સાકેતભાઈ, તાલુકા વિકાસ અધિકારી, ડેલીગેટ્સ, શૈલેશભાઈ પટેલ, કુંવારા ગ્રામજનો સહિત આજુબાજુના ગામથી ભાઈ-બહેનોની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news