અલ્ટિગ્રીને સુરતમાં એક્સપીરિયંસ સેન્ટરનું અનાવરણ કર્યું

સુરતઃ ભારતની અગ્રણી કોમર્શિયલ ઇલેક્ટ્રિક વાહન નિર્માતા અલ્ટીગ્રીન 20મી જાન્યુઆરી, 2023ના રોજ સુરત (ગુજરાત)માં તેના તદ્દન નવા રિટેલ એક્સપીરિયંસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. કંપનીના જણાવ્યા મુજબ, એક્સપીરિયંસ સેન્ટર ગ્રાહકોને અલ્ટીગ્રીનની ઇલેક્ટ્રિક કાર્ગો વાહનોની શ્રેણીનું પ્રદર્શન કરશે. ભાગીદારી માટે, અલ્ટિગ્રીને સમગ્ર ભારતમાં ઑટોમોબાઈલ ડીલરશીપમાં અગ્રણી નામો પૈકીના એક જુબિલન્ટ મોટરવર્કસ સાથે હાથ મિલાવવાનું પસંદ કર્યું.

 

2009માં જુબિલન્ટ એન્પ્રોની કામગીરી સંભાળવા માટે જુબિલન્ટ મોટરવર્કસને શામેલ કરવામાં આવ્યું હતુ, જે તે સમય સુધી ભારતમાં ઑડી કારની આયાત કરતી હતી. 2022માં, જુબિલન્ટ મોટરવર્કસે કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અલ્ટીગ્રીન પ્રોપલ્શન લેબ્સ અને એથર એનર્જી જેવી વર્લ્ડ ક્લાસ બ્રાન્ડ્સ સાથે ડીલર ભાગીદાર તરીકે ટકાઉ ગતિશીલતા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. જુબિલન્ટ મોટરવર્કસ પ્રા. લિ. એ ભારતમાં સૌથી વધુ વ્યવસાયિક રીતે સંચાલિત કાર ડીલરશીપ પૈકીની એક છે, જે તેમની નૈતિકતા અને મૂલ્ય પ્રણાલી દ્વારા માર્ગદર્શિત છે, જે તેમને વૈશ્વિક ઓઇએમ માટે પસંદિત ભાગીદાર બનાવે છે.

 

સુરતમાં અલ્ટિગ્રીન રિટેલ એક્સપીરિયંસ સેન્ટરનું લોકાર્પણ શ્રી હિમાંશુ બોડાવાલા (પ્રમુખ, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી)ના હસ્તે કરવામાં આવશે. આ રિટેલ ડીલરશિપની શરૂઆત સાથે, અલ્ટિગ્રીન તેના ગ્રાહકોને વધુ સારો અભિગમ પ્રદાન કરવા માટે તેની પ્રતિબદ્ધતા ચાલુ રાખે છે, કારણ કે ઑટોમોબાઈલની દુનિયા ઇન્ટરનલ કમ્બશન એન્જિન વાહનોથી ઈલેક્ટ્રીક વાહનોમાં પરિવર્તન લાવી રહી છે. ડીલરશિપના દરેક તત્વને વિશેષ રીતે ઑટોરિક્ષા ચાલકો, નાના વેપારી માલિકો અને જીવનના તમામ ક્ષેત્રના લોકો સહિત પગપાળા ચાલતા લોકો માટે આવકારદાયક અનુભૂતિ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. અલ્ટિગ્રીને તે ખાતરીબદ્ધ કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે કે ડીલરશિપ કંપનીના વાહનોના ઉત્સર્જનને ઘટાડવા અને ગ્રાહકોનો વિશ્વાસ મેળવવાના તેના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.

 

અલ્ટિગ્રીનના સ્થાપક અને સીઈઓ ડૉ. અમિતાભ સરને જણાવ્યું, સુરતમાં આ નવા રિટેલ એક્સપીરિયંસ સેન્ટરની શરૂઆત સાથે અમે દેશમાં કોમર્શિયલ ઇવીની વધતી માંગને પહોંચી વળવા માટે સતત એક મજબૂત રાષ્ટ્રવ્યાપી નેટવર્ક બનાવી રહ્યા છીએ. એક સ્વદેશી કંપની તરીકે, અમે મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદનોની ડિલિવરીમાં ખૂબ ગર્વ અનુભવીએ છીએ. અમે અમારા ઉત્પાદન અને રિસર્ચ એન્ડ ડિવલપમેન્ટ ક્ષમતાઓને મજબૂત કરવા માટે નોંધપાત્ર રીતે રોકાણ કરી રહ્યા છીએ, જ્યારે એક મજબૂત અખિલ ભારતીય વિતરણ નેટવર્ક વિકસિત કરી રહ્યાં છે, જેથી સૌથી શ્રેષ્ઠ અને સ્વચ્છ અંતિમ માઇલ પરિવહન પુરૂં પાડી શકાય. અમે જુબિલન્ટ મોટરવર્ક્સ સાથેની અમારી ભાગીદારી જાળવી રાખીને આનંદિત છીએ, જે હવે સુરતમાં પણ છે અને બહુવિધ વાહનોની શ્રેણીઓમાં વિશ્વસ્તરીય ઉત્પાદનોને વિતરીત કરીએ છીએ.”

આ પ્રસંગે બોલતા, જુબિલન્ટ મોટરવર્કસ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ શ્રી અમિત જૈને જણાવ્યું, “દેશમાં મેબિલિટીના ભાવિને આકાર આપવા માટે અલ્ટિગ્રીન સાથે ભાગીદારી કરવી એ અમારા માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. અમે તાજેતરના ઈ મોબિલિટી ટ્રેન્ડ સાથે સંરેખિત છીએ અને પહેલાથી જ રાષ્ટ્રના વિદ્યુતીકરણના એજન્ડા દ્વારા સંચાલિત વિશાળ સંભવિતતાને જોઈ રહ્યા છીએ. અમે અમારા બિઝનેસ ફેબ્રિકમાં ઇકો-ફ્રેન્ડલી મોબિલિટી અને ટકાઉ ભવિષ્યનો પરિચય કરવામાં સક્ષમ થવા બદલ અત્યંત ખુશ છીએ. અમે સુરતમાં જુબિલન્ટ મોટરવર્કસની સુવિધામાં પ્રથમ વખત અલ્ટિગ્રીનના પ્રીમિયમ ગુણવત્તાવાળા વાહનોની સંપૂર્ણ શ્રેણી રજૂ કરી રહ્યા છીએ.”

 

ગુજરાત ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી દ્વારા જારી કરાયેલા ધોરણો મુજબ, આ યોજના હેઠળ રાજ્ય ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર્સ – ત્રણેય શ્રેણીઓ હેઠળ ઇલેક્ટ્રીક વ્હીકલ ખરીદનારાઓને સબસિડી આપશે. રાજ્યમાં ઈલેક્ટ્રિક સ્કૂટર અને ઈલેક્ટ્રિક મોટરસાઈકલને 10,000 રૂપિયા પ્રતિ kWh બેટરી ક્ષમતાનું પ્રોત્સાહન આપવામાં આવશે. ખરીદદારોને વધુ લલચાવવા માટે, ગુજરાત સરકારે એવી પણ જાહેરાત કરી છે કે તે ઇલેક્ટ્રિક વાહનોના ખરીદદારો માટે નોંધણી ફી માફ કરી દેશે, જેનાથી તે વધુ સસ્તું બની જશે. ગુજરાત ઈવી નીતિનું આ વિશિષ્ટ સંસ્કરણ 1લી જુલાઈ, 2025 સુધી માન્ય રહેશે.

 

સલાહકારે જણાવ્યું હતું કે લોકોને ઈ-વ્હીકલ તરફ જવા માટે પ્રોત્સાહિત કરવા નીતિમાં વિવિધ પ્રોત્સાહક જોગવાઈઓ કરવામાં આવી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news