સુરતમાં પાર્કિંગમાં ચાર્જિંગમાં મૂકેલી ઈ-બાઈકમાં આગ ભભૂકી, આગથી બૂમાબૂમ મચી
સુરતના સરથાણા ખાતે સવારે ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગમાં મૂકી પરિવાર નિંદ્રા માણી રહ્યો હતો. આ દરમ્યાન ઇલેક્ટ્રિક બાઈકમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. પાડોશીઓએ બુમાબુમ કરતા ઘરના સભ્યો જાગી ઘરની બહાર આવી ગયા હતા. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જો કે ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોચે તે પહેલા જ રહીશોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ આગમાં ઇલેક્ટ્રિક બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયી હતી સુરતના સરથાણા શાંતિવન રો હાઉસ વિભાગ-૨ પાસે રહેતા સંજયભાઈ વેકરીયાએ વહેલી સવારે પોતાની ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગમાં મૂકી હતી અને ત્યારબાદ ઇલેક્ટ્રિક બાઈકમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને અહી અફરાતફરી મચી જવા પામી હતી. બાઈકમાં આગ લાગ્યા બાદ પાર્કિંગમાં આગ પ્રસરી હતી. જેને લઈને સોસાયટીના રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા.
બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોચે તે પહેલા જ રહીશોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગમાં ઇલેક્ટ્રિક બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઈ હતી. ફાયર વિભાગે જણાવ્યું હતું કે સવારે આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અહી ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગમાં મૂકી હતી. બેટરીમાં શોર્ટ સર્કીટ બાદ આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયી હતી. સંજયભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે સવારે મારી ઇલેક્ટ્રિક બાઈક ચાર્જીગમાં મૂકીને અમે સુઈ ગયા હતા.ત્યારબાદ સવારે ગાડીની બેટરીમાં આગ લાગી હતી.
આગ લાગતા જ પાડોશીએ બુમાબુમ કરી હતી. જેથી અમે સફાળા જાગીને ઘરની બહાર આવીને જોયું તો પાર્કિગમાં રહેલી બાઈકમાં આગ ભભૂકતી હતી જેથી મેં તાત્કાલિક ઘરમાંથી છોકરાઓ અને પત્નીને ઘરની બહાર કાઢી લીધા હતા. જોતજોતામાં આગ પાર્કિગમાં રહેલી મીટર પેટી સુધી પહોંચી ગઈ હતી. જેથી અમે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. બાદમાં ઇલેક્ટ્રિક પાવર કટ થયો ત્યારે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ઘરની ઉપર પણ બે વ્યક્તિઓ સૂતા હતા તેઓનો પણ જીવ જોખમમાં હતો. આગ આખા પાર્કિંગમાં પ્રસરી હતી, મીટર પેટી બળી ગઈ હતી. ધુમાડાના કારણે આખું ઘર કાળું થઇ ગયું હતું.