મોડાસાના એક ગામે આગની ઘટના બની, આસપાસના લોકો દોડી આવ્યા પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી આગ

શિયાળાના સમયે આગની ઘટના વધુ સામે આવતી હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી દરમિયાન લાકડા સળગાવી તાપણા કરતા હોય છે. ત્યારે ક્યાંક તણખલાથી, તો ક્યાંય શોર્ટ સર્કિટથી આગ લાગતી હોય છે. ત્યારે ફરી એક આગની ઘટના મોડાસાના વોલવા ગામેથી સામે આવી છે. જ્યાં બંધ મકાનમાં આગ લાગી હતી. ધુમાડાના ગોટે ગોટા નિકળતા જોઈ લોકો દોડી આવ્યા હતા.

પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવનું કારણ અકબંધ છે. મોડાસાના વોલવા ગામે એક બંધ મકાનમાં રાત્રી દરમિયાન એકાએક આગની ઘટના સામે આવી હતી.

બંધ મકાન હોવાથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાયા જેથી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ એક બીજાની મદદથી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબુમાં લીધી હતી. જોકે પાણીથી આગ હોલવાય એ પહેલાં સંપૂર્ણ ઘર વખરી બળીને ખાખ થઈ હતી. ઘર બંધ હોવાથી જાનહાની ટળી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે. મહત્ત્વની બાબત એ છે કે, અરવલ્લી જિલ્લામાં એક માત્ર મોડાસા ખાતે ફાયર સ્ટેશન છે. ભિલોડાના અંતરિયાળ વિસ્તારોમાં આકસ્મિક ઘટના બને ત્યારે છેક ૭૦ કિલોમીટર દૂરથી ફાયર આવવામાં બહુ વાર લાગે છે. ફાયર આવે એ પહેલાં જાનમાલને નુકશાન થઇ ચૂક્યું હોય છે. ત્યારે નજીકમાં ફાયરની સગવડ હોવી જરૂરી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news