બ્રેકિંગઃ અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં ભયંકર આગ લાગી, ફાયરનો કાફલો ઘટના સ્થળે
ભરૂચઃ અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આગની ઘટના બનવા પામી છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક ખાનગી ફાર્મા કંપનીમાં ભીષણ આગની ઘટના બનવા પામી છે. જેને લઇને અફરાતફરી મચી જવા પામી છે. આગને લઇને ઘટના સ્થળની આસપાસ વિસ્તારમાં આકાશમાં ધૂમાડાના ગોટેગાટા જોવા મળી રહ્યાં છે. આગની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. પાનોલી ફાયર અને આસપાસમાંથી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આગના કારણે પ્લાન્ટમાં ભારે નુક્શાનની આશંકા છે, જ્યારે આગ કયા કારણોસર લાગી તે વિગતો હાલ પ્રાપ્ત થઇ શકી નથી.