સુરતના ભાગળમાં બુંદેલાવાડની દુકાનમાં ભીષણ આગ લાગી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

સુરતના ભાગળ સ્થિત બુંદેલાવાડ ખાતે આવેલી મહાવીર મેટલ નામની દુકાનમાં કોઈ કારણોસર સવારે આગ લાગી ગઈ હતી. ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં વાસણો હતા જે આગના કારણે બળીને ખાખ થઇ ગયા હતા. જો કે બનાવની જાણ ફાયર વિભાગને થતા ઘટના સ્થળે ફાયર ટીમ દોડી આવી આગ પર કાબુ મેળવી લીધો હતો.આગને પગલે સવારે દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ભાગળ સ્થિત બુંદેલાવાડ ખાતે આવેલી મહાવીર મેટલ નામની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી. જેને લઈને અહી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ સવારે બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની અલગ અલગ ફાયર સ્ટેશનની ૭ જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી.

ફાયર વિભાગે અહી સ્લાઈડરનો ઉપયોગ કરી તેમજ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. વધુમાં મળતી માહિતી મુબજ અહીં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં વાસણો હતા. કોઈ કારણોસર અહી આગ લાગતા અહી રહેલા વાસણો તેમજ વાયરીંગને નુકશાન થયું હતું. જોકે ફાયર વિભાગે ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવી લેતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આગના કારણે દુકાનમાં લાખોનું નુકશાન થયું હોવાની આશંકા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news