ચીનમાં શી જિનપિંગને ત્રીજીવાર મળશે સત્તાકે બનશે નવા રાષ્ટ્રપતિ?…

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો કાર્યકાળ આ ઓક્ટોબરમાં પૂર્ણ થઈ રહ્યો છે. ૧૬ ઓક્ટોબરે કમ્યુનિસ્ટ પાર્ટી (સી.સી.પી) ની કોંગ્રેસ (બેઠક) થશે, જેમાં આગામી રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે.  ચીનમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. આ પ્રતિબંધ સમાપ્ત થઈ ગયો છે કે ચીનમાં કોણ કેટલીવાર રાષ્ટ્રપતિ બનશે. શી જિનપિંગ બે વખત રાષ્ટ્રપતિ બની ચુક્યા છે અને ત્રીજીવાર ૧૪૫ કરોડથી વધુની વસ્તી પર રાજ કરશે કે નહીં, તેને લઈને ચર્ચાઓનું બજાર ગરમ છે.  એવી અટકળો છે કે ૬૯ વર્ષીય શી જિનપિંગને ૬૭ વર્ષીય લી કેકિયાંગ આ વખતે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટક્કર આપી શકે છે.

લી કેકિયાંગ ચીનમાં બીજા નંબરના નેતા માનવામાં આવે છે અને પોલિત બ્યૂરોની સાત સભ્યોની સ્થાયી સમિતિમાં સામેલ છે. પોલિસ બ્યૂરોની સાત સભ્યોની સ્થાયી સમિતિમાં શી જિનપિંગ, લી કેકિયાંગ, વાંગ હનિંગ, વાંગ યાંગ, લી ઝાંસૂ, ઝાઓ લેજી અને હાંગ ઝેલ સામેલ છે.  ચીનમાં પોલિસ બ્યૂરો સૌથી શક્તિશાળી એકમ હોય છે, જેમાં ૨૫ સભ્યો હોય છે પરંતુ તેની સ્થાયી સમિતિમાં સાત સભ્યો હોય છે. આ સાત સભ્યો ચીનની દશા અને દિશા બદલવાનો ર્નિણય લેવાની શક્તિ ધરાવે છે. સૌથી શક્તિશાથી જૂથમાં સામેલ હોવાને લીધે પોલિસ બ્યૂરોના સાતેય સભ્યો ચીનના રાષ્ટ્રપતિ બનવાની ક્ષમતા રાખે છે. આ પ્રમાણે લી કેકિયાંગ સિવાય બાકી લોકો પણ રાષ્ટ્રપતિના સંભવિત દાવેદાર માની શકાય છે.  લી કેકિયાંગ તરફથી શી જિનપિંગને ટક્કર આપવાની સંભાવના તેથી વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે છેલ્લા વર્ષોમાં ચીનની જનતાનું વલણ બદલ્યું છે. પરંતુ ચીનના રાષ્ટ્રપતિ પસંદ કરવામાં જનતાની કોઈ ભૂમિકા હોતી નથી પરંતુ કોરોના કાળમાં ચીની સરકારના કડક નિયમોને કારણે દેશમાં લોકોએ જે રીતે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, તેથી જિનપિંગ વિરુદ્ધ જનતામાં અસંતોષ વધ્યો છે.

મીડિયા રિપોર્ટમાં આવા દાવા કરવામાં આવ્યા છે.  તો સંકટના સમયમાં કેકિયાંગે ચીનને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. ચે ચીનને આર્થિક મંદીના સંકટમાંથી બચાવવાનો પ્રયાસ કરતા રહ્યાં છે. તેમણે ખાનગી ટેકનીકલ ફર્મોને ઘણા પ્રકારની છૂટ આપી હતી અને ઘર ખરીદનારાઓને લોન ઉપલબ્ધ કરાવવામાં પણ ઢીલ આપી હતી. તો ઉત્પાદન વધારવા માટે ચીની કંપનીઓની મદદ કરતા રહ્યાં છે. આ વર્ષે એપ્રિલમાં લી કેકિયાંગે જિયાંગ્શી પ્રાંતના પ્રવાસ પર જિનપિંગની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જિનપિંગની નીતિઓને કારણે ચીનની ટેક ઇન્ડસ્ટ્રીને નુકસાન ગયું છે. આ તકે તેમણે તકનીક અને આઈટી આધારિત વ્યાપારને પ્રોત્સાહન આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો.  તો છેલ્લા કેટલાક વર્ષોમાં લી કેકિયાંગની લોકપ્રિયતા વધી છે. પહેલાની તુલનામાં તે અખબારોમાં વધુ જોવા મળી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે કમ્યુનિસ્ટ પાર્ટીના સર્વોચ્ચ અધિકારીઓનું માનવું છે કે જિનપિંગ આર્થિક વિકાસને લઈને વ્યાવહારિક પગલા ભરવામાં નિષ્ફળ રહ્યાં છે. આ કારણોથી માનવામાં આવી રહ્યું છે કે કેકિયાંગ જિનપિંગની સામે મજબૂત દાવેદાર હોઈ શકે છે.  ચીનના રાષ્ટ્રપતિની ચૂંટણી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના પોતાની કોંગ્રેસ (બેઠક) માં કરે છે.

ઓક્ટોબર મહિનાના મધ્યમાં પાર્ટી દેશભરમાં પ્રતિનિધિઓની નિમણૂંક કરે છે. આ વખતે પ્રતિનિધિઓની સંખ્યા ૩૦૦૦ હશે. આ બધાની બેઠક બેઇજિંગના ગ્રેટ હોલમાં આયોજીત કરવામાં આવે છે. આ પ્રતિનિધિ કમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટી ચૂંટે છે.  સેન્ટ્રલ કમિટીના સભ્યોની સંખ્યા ૨૦૦ હોય છે. સેન્ટ્રલ કમિટીના આ ૨૦૦ સભ્યો ૨૫ મેમ્બરવાળા પોલિસ બ્યૂરોને ચૂંટે છે. ૨૫ સભ્યોનો પોલિત બ્યૂરો સાત સભ્યોની સ્થાયી સમિતિની પસંદગી કરે છે. ૨૦૦ સભ્યોવાળી સેન્ટ્રલ કમિટી કમ્યુનિસ્ટ પાર્ટીના સર્વોચ્ચ નેતા એટલે કે મહાસચિવની ચૂંટણી કરે છે. પાર્ટીના મહાસચિવ દેશના રાષ્ટ્રપતિ બને છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news