ચિત્તાઓનું સારું નામ સુચવો, સારું નામ સુચવનાર વિજેતાને ખાસ ઈનામ મળશે : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી મોદીએ રવિવારે મનકી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને એક વિશેષ કામ સોંપ્યું. પીએમ મોદીએ કહ્યુંકે, હું તમને એક મહત્ત્વનું કામ સોંપું છું. આપણે નામિબિયાથી ૮ ચિત્તા લાવ્યાં છીએ. દેશભરમાં આ ચિત્તાઓએ ખુબ જ આકર્ષણ જમાવ્યું છે. સૌકોઈએ આ નવા મહેમાનોને વેલકમ કર્યું છે. હવે તમે આ ચિત્તાઓ માટે સરસ મજાનું નામ સુચવો. સારું નામ સુચવનાર વિજેતાને ખાસ ઈનામ મળશે. ઈનામ સ્વરૂપે વિજેતાને ચિત્તાના પાર્કનો પ્રથમ વિઝિટર બનાવવામાં આવશે. આ અંગે એક સ્પર્ધાની જાહેરાત પીએમ મોદીએ કરી હતી. ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઘણા લોકોએ સવાલ પૂછ્યા છે કે તેમને ચિત્તાને જોવાની તક ક્યારે મળશે. “ચિત્તાઓ માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તે જોશે કે અહીંના વાતાવરણમાં ચિત્તા કેટલા પ્રમાણમાં ભળી શકે છે. ત્યારબાદ જ સામાન્ય લોકોને ચિત્તાને જોવાની તક મળશે. નામિબિયાથી ભારત સરકાર દ્વારા ૮ ચિત્તા લાવવામાં આવ્યાં છે. જેને મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્ક ખાતે રાખવામાં આવ્યાં છે. આ ચિત્તાઓના શું નામ રાખવા તેના માટે પીએમ મોદીએ દેશવાસીઓ પાસે મંતવ્યો મંગાવ્યાં છે. પીએમ મોદીએ આજે ૯૩મી વાર રેડિયો પર મનકી બાત કરી. સ્અય્ર્દૃ પ્લેટફોર્મ પર આ કોમ્પિટિશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યાં જ તમારે ચિત્તા માટે યોગ્ય નામોની સુચવવાના રહેશે. આ સ્પર્ધાના વિજેતાના કિનો પાર્કમાં ચિત્તા જોવા માટે પ્રથમ વિઝિટર તરીકે એન્ટ્રી આપવામાં આવશે. ચિત્તાના અભિયાનને શું નામ આપી શકાય તેના માટે પણ લોકો પાસેથી મંતવ્યો મંગાવવામાં આવ્યાં છે.

આ ચિત્તાના ટ્રાંસકોડેડ નામો Asha, Siyaya, Obaan, Cibili, Siasa, Savannah, Sasha અને Freddy જે પૈકીનું આશા નામ એ પ્રધાનમંત્રી મોદીએ આપેલું છે. ભારતમાંથી ૭૦ વર્ષ પહેલાં ચિત્તાની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ હતી. જેથી દેશમાં મોટી બિલાડીની વસ્તીને પુનર્જીવિત કરવાના પ્રયાસરૂપે નામીબિયાથી ૮ ચિત્તાઓને અહીં લાવવામાં આવ્યાં છે. આ ૮ ચિત્તા પૈકી એકનું નામ પ્રધાનમંત્રી મોદીએ આશા રાખ્યું છે. ભારતના જંગલોમાં ફરી પહેલાંની જેમ ચિત્તા ફરતા થાય તે આશયથી આ અભિયાન હાથ ધરાયું છે. જે સંદર્ભને અનુસરીને એક ચિત્તાનું નામ આશા રાખવામાં આવ્યું છે. ૪ વર્ષની આશા કુનો નેશનલ પાર્કમાં ચિત્તાની વસ્તી વધારવામાં મદદ કરશે એવી આશા સેવાઈ રહી છે.

નામીબિયાના એરિન્ડી પ્રાઈવેટ ગેમ રિઝર્વમાં એપ્રિલ ૨૦૨૦માં જન્મેલા ૨.૫ વર્ષના ચિત્તાનું નામ બિલસી રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “મને ઘણા લોકોના પત્રો મળ્યા છે. આ પત્રો દેશભરના છે. આવામાં ભારતમાં ચિત્તાના આગમન અંગે લોકોએ ખુશી વ્યક્ત કરી છે. તે ભારતનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, હું તમને બધાને કંઈક કામ સોંપી રહ્યો છું, આ માટે સ્રૂય્ર્ંફના એક પ્લેટફોર્મ પર એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જેમાં હું લોકોને કેટલીક વાતો શેર કરવાનો આગ્રહ કરું છું. પીએમે લોકોને પૂછ્યું કે ચિત્તા વિશે આપણે જે અભિયાન ચલાવી રહ્યા છીએ, આખરે તે અભિયાનનું નામ શું હોવું જોઈએ? “જો આ નામકરણ પરંપરાગત હોય તો તે મહાન રહેશે. કારણ કે, આપણા સમાજ અને સંસ્કૃતિ, પરંપરા અને વારસા સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ આપણને સરળતાથી તેની તરફ આકર્ષિત કરી લે છે. એટલું જ નહીં આપણે ત્યાં લવાયેલાં ચિત્તાના નામ શું રાખવા એનું સુચન પણ માંગવામાં આવ્યું. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ચિત્તાના નામકરણ અંગે પણ સવાલ કર્યા. મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, શું આપણે આ બધા ચિત્તાના નામકરણ વિશે વિચારી શકીએ કે દરેક ચિત્તાને ક્યાં નામથી બોલાવી શકીએ છીએ? તેમણે કહ્યું, “હું તમને બધાને અપીલ કરું છું કે તમે આ સ્પર્ધામાં જરૂર ભાગ લો, કોણ જાણે તમને ઇનામના રૂપમાં ચિત્તાને જોવાની પ્રથમ તક મળી જાય.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news