મુરાદાબાદમાં ભંગારના ગોડાઉનમાં  શંકાસ્પદ સંજોગોમાં ભીષણ આગ  લાગી

 

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક ભંગારના ગોડાઉનમાં શંકાસ્પદ સંજોગોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૩ બાળકો સહિત કુલ ૫ લોકોના સળગી જવાથી મોત થયા છે. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

લાખોના નુકશાનની સંભાવના. સ્થાનિક લોકો પણ આગ ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે. ભંગારના વેપારીના મકાનની નીચેના ભાગે બનાવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે. આગ ઉપરના બે માળ સુધી પહોંચી.

આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે.આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેણે આખી ઈમારતને લપેટમાં લઈ લીધી. ઘરની નીચે ટાયરનો વેરહાઉસ હતો. ત્યાં પહેલા આગ લાગી હતી.

ઘરમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. ડીએમ, એસએસપી સહિત પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મૃતકોમાં ૭ વર્ષની નાફિયા, ૩ વર્ષની ઇબાદ, ૧૨ વર્ષની ઉમેમા, ૩૫ વર્ષની શમા પરવીન, ૬૫ વર્ષની કમર આરાનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુરાદાબાદમાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. આ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપવામાં આવી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news