ભરૂચમાં પ્રિમોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી કોંગ્રેસની ચીમકી
ભરૂચ શહેરમાં પ્રિમોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયાના આક્ષેપ સાથે શહેરની પ્રજા અત્યંત ખરાબ રસ્તા અને ગંદકીની ભરમાર વચ્ચે સબળી રહી છે. ચોમાસામાં પહેલા પ્રિ-મોન્સૂન કામગીરીમાં વેઠ ઉતારી ભાજપ શાસિત પાલિકાના શાસકોએ પ્રજાને નારકાગારમાં ધકેલી દીધા છે. ઠેર ઠેર તૂટેલા, ખાડામાં ગયેલા માર્ગો, ઉભરાતી ગટરો, સફાઈના અભાવના કારણે શહેરીજનોનું જીવવું મુશ્કેલ બન્યું હોવાનો સુર વ્યક્ત કરાયો છે.
જો પાલિકા શહેરના તમામ રસ્તા, ડ્રેનેજોની કામગીરી અને સફાઈ હાથ ધરી તેને દુરસ્ત નહીં કરે તો શહેર કોંગ્રેસે આશ્ચર્યજનક વિરોધ કાર્યક્રમ આપવાની ચીમકી આપી છે. આ વિરોધ કાર્યક્રમમાં વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા અને આગેવાનો જોડાયા હતા.ભરૂચ શહેર કોંગ્રેસે ૨૭ વર્ષના ભાજપના પાલિકામાં શાસનમાં વિકાસ ગાંડો થયો હોય અને ભ્રષ્ટાચાર પરાકાષ્ટાએ પહોંચ્યો હોવાના આક્ષેપ સાથે મુખ્ય અધિકારીને આવેદન આપ્યું છે.