દિલ્હીમાં પર્યાવરણ મંત્રી દ્વારા ૧૫ દિવસીય વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું

દિલ્લીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે રાષ્ટ્રીય રાજધાનીમાં હરિયાળી વધારવા માટે ૧૫ દિવસીય વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યુ. સેન્ટ્રલ રિજથી શરૂ કરીને, ‘વન મહોત્સવ’ ૨૫ જુલાઈએ અસોલા ભાટી વન્યજીવ અભયારણ્યમાં એક લાખ રોપાઓ વાવવા સાથે સમાપ્ત થશે એમ તેમણે જણાવ્યુ હતુ. દિલ્લી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય મંત્રીઓ વન મહોત્સવમાં ભાગ લેશે. સોમવારે વિધાનસભાના સભ્યો (ધારાસભ્યો) પોતપોતાના મતવિસ્તારમાં પ્રચારનુ નેતૃત્વ કરશે. કેન્દ્રએ દિલ્લી સરકારને ૨૦૨૧-૨૨માં ૨૮ લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક આપ્યો હતો જ્યારે શહેરમાં ૩૫ લાખ રોપા વાવવામાં આવ્યા હતા. ‘ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા’ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ છેલ્લા બે વર્ષમાં દિલ્હીનુ ગ્રીન કવર ૨૧.૮૮ ટકાથી વધીને ૨૩.૦૬ ટકા થઈ ગયુ છે.દિલ્લીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હરિયાળી વધારવા માટે ૧૫ દિવસીય વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યુ. તેમણે જણાવ્યુ હતુ કે સેન્ટ્રલ રિજનથી શરૂ કરીને ‘વન મહોત્સવ’ ૨૫ જુલાઈએ અસોલા ભાટી વન્યજીવ અભયારણ્યમાં એક લાખ રોપાઓ વાવવા સાથે સમાપ્ત થશે. આ વર્ષે દિલ્લીમાં લગભગ ૩૫ લાખ રોપાઓ વાવવામાં આવશે. દિલ્લી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય મંત્રીઓ વન મહોત્સવમાં ભાગ લેશે. વિધાનસભાના સભ્યો (ધારાસભ્યો) પોતપોતાના મતવિસ્તારમાં પ્રચારનુ નેતૃત્વ કરશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news