ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 34 અધિકારીઓની બદલી, તાત્કાલિક અસરથી ચાર્જ સંભાળી લેવા કરાયો આદેશ

ગાંધીનગર : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એક સાથે 34 અધિકારીઓની બદલી કરીને જીપીસીબીની અન્ય કચેરી ખાતે નિમણૂંક કરવામાં આવી છે. જીપીસીબીના સભ્ય સચિવ ડી. એમ. ઠાકરે તારીખ 20 જૂન, 2022ના રોજ કરેલા કાર્યાલય આદેશ મુજબ જીપીસીબીના 34 અધિકારીઓની એક સાથે બદલીનો હુકમ કરવામાં આવી છે. કાર્યાલય આદેશમાં તાત્કાલિક અસરથી નવી કચેરી ખાતે કામગીરી સંભાળી લેવા માટે જણાવવામાં આવ્યું છે. જીપીસીબી દ્વારા પ્રસિદ્ધ આ બદલીઓના કાર્યાલય આદેશ સાથે ઘણા સમયથી ચાલી રહેલી બદલીઓની ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે.

બદલી કરાયેલા અધિકારીઓમાં વૈજ્ઞાનિક અધિકારી, પર્યાવરણ ઇજનેર, નાયબ પર્યાવરણ ઇજનેરોનો સમાવેશ થાય છે. જીપીસીબી દ્વારા જાહેર કરાયેલા આ કાર્યાલય આદેશનો તાત્કાલિક અસરથી અમલ કરવા પણ જણાવવામાં આવ્યું છે.

Transfer Orders

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news