કણજી ગામમાં પહેલા વરસાદમાં જ ૮ વર્ષની બાળકી તણાઈ ગઈ
જિલ્લાનાં કણજી ગામ પાસે આવેલી દેવનદીમાં પ્રથમ વરસાદે જ કોઝવે પરથી ૮ વર્ષની બાળકી તણાઈ છે. કણજી ગામ પાસે દેવનદીના કોઝવે નાળા પરથી રાત્રે લગભગ આંઠેક વાગ્યાના સુમારે માતા દીકરી પસાર થતા હતા, ત્યાંરે ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા પુત્રી મમતાબેન વસાવા ઉમર વર્ષ ૮ નદીના ભારે પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ત્યાર બાદ ગ્રામજનો અને તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી,પરંતુ હજુ સુધી બાળકીનો કોઈ પતો લાગ્યો નથી. પોતાની આંખો સામે જ વ્હાલસોયી દિકરી પાણીના ભારે પ્રવાહમાં તણાઈ જતાં માતા-પિતા ઉપર આભ તુટી પડયું છે. આ બનાવની જાણ થતાં ડેડીયાપાડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં બાળકીના પરિજનોને સાંત્વના આપી હતી અને બાળકીને નદીમાંથી શોધી કાઢવાની કવાયદ હાથ ધરી હતી.
કણજી ગામ પાસે આવેલી દેવનદીમાં પ્રથમ વરસાદે જ કોઝવે પરથી ૮ વર્ષની બાળકી તણાઈ છે. દેવનદીના કોઝવે નાળા પરથી માતા દીકરી પસાર થતા હતા, ત્યાંરે ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા બનાવ બન્યો.