દેશમાં પ્રાણીઓ માટે કોરોનાની પ્રથમ વેક્સિન લોન્ચ કરાઈ
કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પશુઓ માટે વિકસિત કરેલી દેશની પ્રથમ કોવિડ રોધી વેક્સિન ‘Anocovax’ ને ગુરુવારે લોન્ચ કરી હતી. આ વેક્સિનને હરિયાણા સ્થિત ICAR-National Research Center on Equines (NRC) દ્વારા વિકસિત કરવામાં આવી છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે Anokovax એ પ્રાણીઓ માટે નિષ્ક્રિય SARS-CoV-2 ડેલ્ટા (COVID-19) રસી છે અને એનોકોવેક્સથી પ્રતિરક્ષા SARS-Cov ના ડેલ્ટા અને ઓમિક્રોન બંને વેરિયન્ટનું રક્ષણ કરી શકે છે. તે કહે છે કે રસીમાં નિષ્ક્રિય સાર્સ-કોવ-૨ (ડેલ્ટા) એન્ટિજેન છે જે સહાયક તરીકે આલ્હાઇડ્રોજેલ સાથે છે અને તે કૂતરા, સિંહ, ચિત્તો, ઉંદરો અને સસલા માટે સલામત છે. તોમરે ICAR–NRC દ્વારા પ્રાણીઓ માટે વિકસાવવામાં આવેલી વેક્સિન અને ડાયગ્નોસ્ટિક કીટને ડિજિટલી રિલીઝ કર્યા પછી જણાવ્યું હતું કે, “વૈજ્ઞાનિકોના અથાક યોગદાનને કારણે, દેશ તેની આયાત કરવાને બદલે તેની પોતાની રસીઓ વિકસાવવામાં આર્ત્મનિભર છે. આ ખરેખર એક મહાન સિદ્ધિ છે.
ICAR એ દેશની અગ્રણી કૃષિ સંશોધન સંસ્થા છે જે કેન્દ્રીય કૃષિ મંત્રાલય હેઠળ કામ કરે છે. મીડિયા અહેવાલો અનુસાર, કેન્દ્રીય મંત્રીએ ઇક્વિન ડીએનએ પેરેન્ટેજ ટેસ્ટિંગ કિટ પણ લોન્ચ કરી, જે ઘોડાઓમાં પિતૃત્વ વિશ્લેષણ માટે એક શક્તિશાળી જીનોમિક ટેકનિક છે. કાર્યક્રમ દરમિયાન ICARના મહાનિર્દેશક ત્રિલોચન મહાપાત્રા, પશુપાલન અને ડેરી સચિવ અતુલ ચતુર્વેદી અને ICARના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ભૂપેન્દ્ર નાથ ત્રિપાઠી હાજર હતા. ટ્વીટ કરીને કાર્યક્રમ વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લખ્યું કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ હેઠળ નેશનલ હોર્સ રિસર્ચ સેન્ટર, હિસાર દ્વારા વિકસિત ચાર ટેક્નોલોજીઓ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બહાર પાડવામાં આવી. તેમાં પશુધનને ચેપી રોગોથી બચાવવા માટેની રસીઓનો સમાવેશ થાય છે.