વાપીમાં ગજાનંદ પેપર મિલમાં આગ લાગતા દોડધામ મચી

વાપી જીઆઇડીસી ફોર્ટી શેડ વિસ્તારમાં આવેલ ગજાનંદ પેપર મિલમાં અંદર મૂકેલા પેપરના બંડલોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેને લઇ કામદારોમાં દોડધામ મચી હતી. બનાવની જાણ જીઆઇડીસી ફાયર વિભાગને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. થોડાક દિવસથી વાપીની કંપનીઓમાં આગ લાગવાની ઘટના વધી રહી છે.

જોકે આગ લાગવાનું કારણ કંપનીના સંચાલકો બતાવી રહ્યા નથી. જેથી આગ ખરેખર લાગે છે કે લગાવી દેવાય છે તેવી લોક ચર્ચા ચાલી રહી છે. કંપનીઓમાં લાગતી આગ અંગે અધિકારીઓએ યોગ્ય તપાસ કરી પગલા લેવાની જરૂર છે.

વાપી જીઆઇડીસીની એક પેપર મિલ કંપનીમાં બપોરના સમયે અચાનક પેપરના બંડલોમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જોકે ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news