મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાને જણાવ્યું કે, કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોનથી પણ ખતરનાક

વિશ્વમાં કોરોના વાયરસનો ફેલાવો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ લડાઈ એક વેરિઅન્ટથી પૂરી થતી નથી કે બીજા વેરિઅન્ટનો ખતરો વધવા લાગે છે. વિશ્વના ઘણા દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસના સંક્રમણના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને ચીન અને યુરોપના ઘણા ભાગોમાં દૈનિક કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન ભારતમાં કોરોનાના ‘ઠઈ’ પ્રકારનો પ્રથમ કેસ મુંબઈમાં મળી આવ્યો છે. તમને જણાવી દઈએ કે, વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વૈજ્ઞાનિકોએ તેમના તાજેતરના રિપોર્ટમાં લોકોને કોરોનાના નવા ઉભરતા ખતરા ઠઈ વેરિઅન્ટ વિશે ચેતવણી આપી હતી. આ વેરિઅન્ટ Omicron, BA.૧ અને BA.૨ના બે વેરિઅન્ટથી બનેલું છે. આ નવા ઠઈ વેરિઅન્ટ વિશે, મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું છે કે, આરોગ્ય વિભાગ ‘XE’ વેરિઅન્ટ પર કોઈ પુષ્ટિ કરી શક્યું નથી. કારણ કે હજુ સુધી NIB રિપોર્ટ નથી.

જનતાને અપીલ કરતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ અંગે ગભરાવાની જરૂર નથી. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ કોવિડનું ‘ઠઈ’ પ્રકાર ઓમિક્રોન વેરિઅન્ટ કરતા ૧૦ ટકા વધુ ચેપી છે. વધુમાં તેણે કહ્યું કે,રિપોર્ટ આવ્યા બાદ જ અમે તેના વિશે વિગતવાર વાત કરીશું.

ઉલ્લેખનીય છે કે, બુધવારે Omicron વેરિઅન્ટના સબ ઠઈ વેરિઅન્ટનો પહેલો કેસ મુંબઈમાં જોવા મળ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સંક્રમિત વ્યક્તિની હાલત નાજુક નથી. આ વેરિઅન્ટના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ઉધરસ અને શરદી, ચામડીમાં બળતરા, પેટમાં અસ્વસ્થતા વગેરેનો સમાવેશ થાય છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં આ નવા વેરિઅન્ટના માત્ર ૬૦૦ કેસ સામે આવ્યા છે. ઉપરાંત ઠઈ વેરિઅન્ટ વધુ ગંભીર હોવાના હજુ સુધી કોઈ પુરાવા નથી. તે ઓમિક્રોનના તમામ પ્રકારોથી બનેલું છે. જો કે ઓમિક્રોનની સ્થિતિ બહુ ગંભીર જોવા મળી નહોતી.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news