પોરબંદરના ડયર ગામ લાઈટ અને પાણીની સગવડથી વંચિત
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના દયર ગામ ખાતે લાઈટ અને પાણીની સગવડ નથી, જેથી ગામના જાગૃત નાગરિક સનાભાઇ દ્વારા ટેલીફોનીક રજૂઆત કરી નાથાભાઈ ઓડેદરાને જાણ કરવામાં આવી હતી. અને આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે કોંગેસના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા સહિતના અગ્રણીઓ ડયર ગામ ખાતે દોડી ગયા હતા. અને રાણા કંડોરણા પીજીવીસીએલ વિભાગને આ વિસ્તારમાં લાઈટની સગવડ ઉપલબ્ધ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
રાણા કંડોણા ખાતે વિભાગની કચેરીએ ધરણા કડી ડયર ગામ ખાતે લાઇટની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, અને જો સત્વરે યોગ્ય ન કરાય તો તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ડયર ગામ ખાતે છેલ્લા ૩૦ વર્ષથી ૫૦થી વધુ પરિવારો અહીં વસવાટ કરે છે.
છેલ્લા ત્રણ દાયકા સુધીનો સમય થયો હોવા છતાં પણ આજ દિવસ સુધીમાં અહીં પુરતી સુવિધાઓનો લાભ આપવામાં આવ્યો નથી.