અમેરિકા ચૂંટણીઃ બિડેન સાથેની અંતિમ ડિબેટમાં ટ્રમ્પે ભારત પર ભડાશ કાઢી

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પુર્વે અંતિમ પ્રેસિડેન્શીયલ ડીબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રૂસ પર પોતાની ભડાશ કાઢી છે ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત, ચીન અને રૂસમાં હવાની ગુણવતા ઘણી ખરાબ છે. આ દેશો પોતાની હવા તરફ ધ્યાન દેતા નથી જયારે અમેરિકા હંમેશા એર કવોલીટીનું ધ્યાન રાખે છે. તેમણે ચૂંટણી પૂર્વે પોતાના હરિફ અને ડેમોક્રેટિક ઉમેદવાર જાે બ્રિડને સાથેની ચર્ચા દરમ્યાન કહ્યું હતુ કે ચીનને જુવો, ત્યાં કેટલી ગંદી હવા છે, રૂસને જાેવો, ભારતને જુવો ત્યાં હવા કેટલી ગંદી છે. ત્યાં કેટલી ગંદકી પણ છે. આપણી પાસે સૌથી સ્વચ્છ હવા, સૌથી શુધ્ધ પાણી અને સૌથી સારૂ કાર્બન ઉત્સર્જન છે.

કોરોના મહામારીની વચ્ચે અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીને લઈને પ્રચાર ચાલી રહ્યો છે. શુક્રવારે યોજાયેલી પ્રેસિડેન્શલ ડિબેટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાે બાઇડન એ મતદારોને આકર્ષવાના તમામ પ્રયાસ કર્યા. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્શલ ડિબેટમાં કહ્યું કે આપણી પાસે કોરોના વાયરસની એક વેકસીન આવવાની છે. તેમણે કહ્યું કે હું હાઙ્ખસ્પિટલમાં હતો અને અને તે મારી પાસે હતી. પ્રેસિડેન્શલ ડિબેટ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનો પણ ઉલ્લેખ કર્યો.

ટ્રમ્પે કહ્યું કે જળવાયુ પરિવર્તનને લઈને લડાઈમાં ભારત, રશિયા અને ચીનનો રેકોર્ડ ખૂબ ખરાબ રહ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, ચીનને જુઓ, રશિયા અને ભારતને પણ જુઓ, ત્યાં વાયુ પ્રદૂષણ કેટલું ગંભીર છે. આ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકામાં સૌથી ઓછા કાર્બનનું ઉત્સર્જન છે. ડિબેટમાં ટ્રમ્પ અને બાઇડનની વચ્ચે ઉત્તર કોરિયાને લઈ ઉગ્ર ચર્ચા જાેવા મળી. ટ્રમ્પે કહ્યું કે આપણે ઉત્તર કોરિયાની સાથે યુદ્ઘ જેવી સ્થિતિમાં નથી. આપણા તેમની સાથે સારા સંબંધ છે. તેની પર બાઇડને વળતો હુમલો કર્યો. તેઓએ કહ્યું કે હિટલરના યૂરોપ પર હુમલા કરતાં પહેલા પણ આપણી સાથે સારા સંબંધ હતા.

ડિબેટ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાની પાસે ટૂંક સમયમાં કોરોના વેકસીન ઉપલબ્ધ હશે. જયારે બાઇડેને કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની પાસે કોવિડ-૧૯ સામે લડવા માટે કોઈ પ્લાન નથી. બાઇડેને કહ્યું કે કોવિડ-૧૯થી થયેલા મોત માટે જવાબદાર વ્યકિતને રાષ્ટ્રપ્રમુખ ન રાખવા જાેઈએ. તેઓએ કહ્યું કે તેઓ એ સુનિશ્ચિત કરશે કે દરેક વ્યકિત માસ્ક પહેરે અને રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ન્યૂયોર્ક ભૂતિયા શહેરમાં બદલાઈ ગયું છે. ટ્રમ્પે કહ્યું કે દેશને બંધ ન કરતાં તો દેશના લોકો આત્મહત્યા કરવાનું શરૂ કરી દેતા .કોરોના વાયરસથી અમેરિકામાં થયેલા મોત પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ મારી ભૂલ નથી, આ જાે બાઇડનની પણ ભૂલ નથી, આ ચીનની ભૂલ છે જે અમેરિકામાં આવી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news