સુરતમાં આંગણવાડી નજીક ગંદકી ફરિયાદ કરવા છતાં નિરાકરણ નહીં
સુરતમાં જહાંગીરપુરા એસ.એમ.સી આવાસમાં આવેલી બાળ મંદિર (આંગણવાડી) નજીક ગટરની ગંદકીને લઈ લોકોમાં રોષ ફાટી નીકળી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ૨૦ દિવસથી કુદરતી હાજતનું પાણી અને મળમૂત્ર શાળાથી ૧૦ મીટરમાં ભેગું થઈ રહ્યું છે. બેવાર પાલિકામાં ફરિયાદ કરી છે પણ કોઈ સાંભળવા જ તૈયાર નથી. કોર્પોરેટર તો ફોન પણ ઉપાડતા નથી બસ પહેલા કોરોનામાં સપડાયા અને હવે ગંદકીને લઈ ગંભીર બીમારી આંખ સામે દેખાય રહી છે.
પાલિકાના આવાસમાં લગભગ ૧૫ ટાવરમાં ૫૦૦-૬૦૦ની વસ્તી છે. તમામ શ્રમજીવીઓ આખો દિવસ મજૂરી કરી રોટલો કમાઈ ખાય છે. બાળકો આવાસમાં બનાવવામાં આવેલી મહાનગરપાલિકાની નંદઘર સ્કૂલ(આંગણવાડી)માં અભ્યાસ કરે છે. આંગણવાડી શાળાની બહાર કેટલાક દિવસોથી ગંદુ પાણી અને ટોયલેટનું પાણી બહાર આવે છે.
અનેકવાર ફરિયાદ કરવા હોવા છતાં કોઈપણ પ્રકારનું કોર્પોરેશન તરફથી કાર્યવાહી કરવામાં આવતી નથી. નાના ભૂલકાઓ આવા ગંદા પાણીમાંથી અવર-જવર કરવા મજબૂર બન્યા છે. આંગણવાડીની શિક્ષિકાઓ પણ ઓનલાઈન અનેક ફરિયાદ કરી છે. રૂબરૂ મળી આવ્યા છે. પણ આજકાલ આજકાલ કરતા તંત્રના પાપે તાવ-મેલેરિયા જેવા કેસો બહાર આવી રહ્યા છે. આ વિસ્તારમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ કશું સાંભળતા નથી. બસ અમારી ઉપર મહેરબાની કરોને આ ઉભરાતી ડ્રેનેજ લાઈનનું કામ કરાવી ગંદકીમાંથી છુટકારો અપાવો.