કેમિકલ વેસ્ટ નિકાલના કારણે વિશ્વામિત્રી નદી થઇ પ્રદુષિત
મહીસાગરમાં પાણી થઇ રહેલી ફીણની સમસ્યા વડોદરાના ઉદ્યોગોનું પોર તરફથી ઢાઢરમાં અને કલાલી મકરપુરાના ઉદ્યોગોનું વિશ્વામિત્રીમાં ઠલવાતા આવો નજારો વર્ષમાં ઘણા મહિનાઓ સુધી રહે છે. જીપીસીબીના પ્રાદેશિક અધિકારી આર.બી.ત્રિવેદીએ જણાવ્યું કે,વિશ્વામિત્રીમાં રહેણાંક વિસ્તારોમાંથી સીધુ દૂષિત પાણી છોડાતા આવી હાલત થઇ છે.
૩૦૦૦ ઉદ્યોગ મકરપુરા જીઆઈડીસી-વડોદરા શહેરના સુએઝના પાણી ઠલવાય છે. ૧૮૦૦ યુનિટ પોર-રમણગામડી, વાઘોડિયા જીઆઈડીસીના, જેમાંથી ગેલ્વેનાઇઝિંગ અને પ્લાસ્ટિક પ્લાન્ટ્સનું પાણી ઢાઢરમાં આવે છે. મહીસાગરમાં ફીણની સમસ્યા દૂર કરતા તંત્રને ફીણ આવી ગયું છે. ત્યારે હવે વડોદરાની એક માત્ર વિશ્વામિત્રીને પણ ઉદ્યોગોના પ્રદૂષણે અભડાવી છે. પિંગલવાડા બાદની વિશ્વામિત્રી નદીના કોટણા કોઝવેથી એક કીમી દૂર સુધી સફેદ ફીણવાળા પાણી જોવા મળી રહ્યાં છે.