કેરળમાં ૨૦૧૫થી અતિભારે વરસાદની ઘટનાઓમાં ૩ ગણો વધારો
કેરળમાં છેલ્લા છ વર્ષમાં ભારે વરસાદના કારણે તમામ રેકોર્ડ નાશ પામ્યા છે. ભારતીય હવામાન વિભાગના ડેટા અનુસાર, ૨૦૧૫ થી કેરળમાં અતિ ભારે વરસાદની ઘટનાઓમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે.સત્તાવાર માહિતી અનુસાર, વર્ષ ૨૦૧૫ દરમિયાન આ દરિયાકાંઠાના રાજ્યમાં અતિ ભારે વરસાદની ૪૩ ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે વર્ષ ૨૦૨૧માં આ સંખ્યા વધીને ૧૧૫ થઈ ગઈ હતી. ભારે વરસાદની ઘટનાને એક દિવસ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે જેમાં ૧૧૫.૬ અને ૨૦૪.૪ મીમી વચ્ચે વરસાદ પડે છે.૨૦૧૫માં અતિ ભારે વરસાદની ૪૩ ઘટનાઓ નોંધાઈ હતી, જેમાંથી ૧૯ જૂનમાં નોંધાઈ હતી. ૨૦૧૬માં આ સંખ્યા ૨૩ હતી જેમાંથી માત્ર જૂન મહિનામાં ૧૬ ઘટનાઓ નોંધાઈ હતી.
વર્ષ ૨૦૧૭માં અતિ ભારે વરસાદની ૩૮ ઘટનાઓ નોંધાઈ હતી, જેમાંથી ૧૪ સપ્ટેમ્બરની છે. વર્ષ ૨૦૧૮માં અતિ ભારે વરસાદની ૧૬૩ ઘટનાઓ નોંધાઈ હતી, જેમાંથી ૭૪ ઘટનાઓ ઓગસ્ટમાં નોંધાઈ હતી. વર્ષ ૨૦૧૯માં અતિ ભારે વરસાદની ૧૧૭ ઘટનાઓ નોંધાઈ હતી, જેમાંથી ઓગસ્ટમાં ૭૧ અને જુલાઈમાં ૨૨ ઘટનાઓ નોંધાઈ હતી.
વર્ષ ૨૦૨૦માં અતિ ભારે વરસાદની ૧૧૦ ઘટનાઓ બની હતી. વર્ષ ૨૦૨૧માં અતિ ભારે વરસાદની ૧૧૫ ઘટનાઓ નોંધાઈ હતી, જેમાંથી ૫૧ ઘટનાઓ માત્ર મે મહિનામાં જ નોંધાઈ હતી. પૃથ્વી વિજ્ઞાન પ્રધાન જિતેન્દ્ર સિંહે લોકસભામાં કોંગ્રેસના સભ્ય શશિ થરૂરના પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, “વધતી ગરમી સાથે, સમગ્ર ભારતમાં, ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની ઘટનાઓની આવર્તન વધી શકે છે.”કેરળમાં ૨૦૧૫માં ભારે વરસાદની કુલ ઘટનાઓ (૬૪.૫-૧૧૫.૫ મિમી પ્રતિદિન) ૧૦ મહિનામાં ૩૬૦ હતી, જ્યારે ૨૦૧૬માં આ સંખ્યા ૨૨૫ હતી, ૨૦૧૭માં ૩૬૦, ૨૦૧૮માં ૬૦૭ અને ૨૦૧૯માં ૫૨૮ નોંધાઈ હતી.
કેરળમાં ૨૦૨૦ માં ૪૮૪ ભારે વરસાદની ઘટનાઓ જોવા મળી હતી, જેમાં સૌથી વધુ (૧૩૨) ઓગસ્ટમાં નોંધાયા હતા. વર્ષ ૨૦૨૧માં ૫૭૪ ભારે વરસાદની ઘટનાઓ જોવા મળી હતી, જેમાંથી મોટા ભાગના મે મહિનામાં (૧૩૦) નોંધાયા હતા, ત્યારબાદ ઓક્ટોબર (૧૧૨ દિવસ) અને જુલાઈમાં ૧૦૭ દિવસ નોંધાયા હતા. રાજ્યમાં ૨૦૧૫ અને ૨૦૧૬માં પ્રત્યેક એક દિવસ અત્યંત ભારે વરસાદ (દિવસ ૨૦૪.૪ મીમીથી વધુ) થયો હતો, જ્યારે ૨૦૧૭માં તે બે દિવસ હતો. વર્ષ ૨૦૧૮માં અતિવૃષ્ટિની ૩૨ ઘટનાઓ નોંધાઈ હતી. વર્ષ ૨૦૧૯માં ભારે વરસાદની ઘટનાઓ, વર્ષ ૨૦૨૦માં ૩૩, વર્ષ ૨૦૨૦માં આઠ અને વર્ષ ૨૦૨૧માં ૧૧ ઘટનાઓ નોંધાઈ હતી.