બારડોલીના ગાંધી રોડ પર ઝુંપડપટ્ટીમાં આગ લાગતા ભાગદોડ મચી
બારડોલી નગરના ગાંધીરોડ પર આવેલ દેસાઈવિલા નજીક ખુલ્લા પ્લોટમાં ઝૂપડપટ્ટીમાં મોડી અચાનક ભીષણ આગ લાગી હતી. બારડોલી ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો બારડોલી દેસાઈ વિલા નજીક દેસાઈ વિલા પાસે આવેલ ગલ્સ હોસ્ટેલ નજીક ખુલ્લા પ્લોટમાં મોડી સાંજે અચાનક આગ લાગી હોવાની જાણ બારડોલી ફાયર વિભાગને થતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી પ્રચંડ હતી કે ઘરવખરી બળીને ખાખ થઈ હતી સદ્ નસીબે કોઈ જાન હાનિ થઈ નથી.