રાજકોટમાં દિવાલ ધરાશાયી થતાં રિક્ષાનો ભૂકો થઈ ગયો
રાજકોટ શહેરના સદર બજાર વિસ્તારમાં આવેલ પોલીસ ચોકીની બાજુના મકાનમાં રીનોવેશન કામગીરી ચાલુ હતી. જ્યાં ન્યુ ભારત સ્વીટ માર્ટ નામની દુકાનમાં રીનોવેશન દરમિયાન દિવાલ ધરાશાયી થતા મોટી દુર્ઘટના સ્હેજમાં અટકી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી પરંતુ નીચે ઉભેલ રિક્ષામાં ઉપરથી દિવાલ પડતા રિક્ષાનો ભુક્કો બોલી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે દુર્ઘટના પગલે કોઈ જાનહાની થવા પામી નથી અને બેથી ત્રણ કલાક સુધી રસ્તો બંધ કરવા ફરજ પડી હતી જે બનાવની જાણ થતા તાત્કાલિક અસરથી મનપા, પોલીસ તેમજ પીજીવીસીએલનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.રાજકોટ શહેરના સદર બજાર પોલીસ ચોકી બાજુમાં આજે સવારના સમયે એકાએક દિવાલ ધરાશાયી થતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી જેમાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ એક રિક્ષામાં મોટું નુકશાન થવા પામ્યું છે. દિવાલ રિક્ષા પર પડતા રિક્ષાનો ભૂકો થવા પામ્યો હતો.