દાહોદના લક્ષ્મીનગરમાં ગંદા પાણી મામલે સ્થાનિકોના ધરણાં

દાહોદ શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસોથી બોરીંગમાં લાલ રંગનું પાણી આવી રહ્યું છે. ધીમે-ધીમે ૬૦ ટકા જેટલા ઘરોમાં બોરિંગનું પાણી લાલ રંગનુ આવવા લાગ્યુ છે. આ પાણી કઈ રીતે લાલ થઇ ગયું તેવા અનેક સવાલો હાલ લોકોમાં વહેતા થવા પામ્યા છે. પરંતુ સૂત્રો પ્રમાણે નજીકમાં બનેલા એસ.ટી.પી પ્લાન્ટના કારણે પાણી દૂષિત થયાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

પાણીના પરીક્ષણમાં કોઈક તત્વોનુ પ્રમાણ વધારે આવતાં સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે આ પાણી પીવા માટે જોખમકારક હોવાનું પરીક્ષણમાં સામે આવ્યું છે. આ વિસ્તાર પાલિકામાં સમાવિષ્ટ નથી અને દાહોદ ગ્રામ્યમાં આવે છે. ત્યારે રજુઆતો કરવા છતાંય નિરાકરણ ન આવતાં હવે રોષે ભરાયેલા લોકો આજે ફરી પ્લાન્ટ પર પહોંચી ગયા હતા અને પ્લાન્ટ બંધ કરવા માંગ કરી હતી.

સ્થાનિકોએ બાળકો સાથે ધરણાં કરી પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની હાય હાય બોલાવી હતી. તેમજ રામધૂન કરીને આ ગંભીર સમસ્યા દૂર કરવા માંગણી કરી રહ્યા છે.દાહોદ શહેર પાસે આવેલા લક્ષ્મી નગર વિસ્તાર ખાતે બોરિંગનું પાણી લાલ રંગનું નીકળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જાણવા મળ્યા પ્રમાણે નજીકમાં આવેલ એસ.ટી.પી પ્લાન્ટના કારણે બોરિંગનું પાણી દૂષિત થયાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ત્યારબાદ ફરીથી લોકો જાતે જ પ્લાન્ટ પર પહોંચ્યા હતા અને ધરણા કર્યા હતા. સ્થાનિકો દ્વારા તંત્રની હાય હાય બોલાવી રામધૂન કરી સમસ્યાનું નિવારણ કરવા ઉગ્ર માંગ કરવામા આવી રહી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news