ગુજરાતમાં બેફામ બનેલા કેમિકલ માફિયા, વટવા જીઆઈડીસીમાંથી ઝડપાયું જોખમી કેમિકલ ભરેલુ ટેન્કર
જીપીસીબીની ઉત્તમ કાર્યવાહી; વટવા જીઆઈડીસીમાંથી ઝડપ્યુ જોખમી કેમિકલ ભરેલુ ટેન્કર
હજુ તો સુરતની સચિન જીઆઈડીસીમાં ટેન્કરમાંથી ગેસ લીકેજની હોનારતની ગોઝારી ઘટનાની શાહી સૂકાઇ નથી, ત્યારે વટવા જીઆઈડીસીમાંથી ગેરકાયદેસર રીતે જોખમી કેમિકલનો નિકાલ થાય તે પહેલાં જ વટવા જીપીસીબીએ ઉત્તમ કાર્યવાહી કરી ટેન્કરને ઝડપી પાડ્યું છે.
વિગત પ્રમાણે તારીખ 12 જાન્યુઆરીએ વહેલી સવારે વટવા જીપીસીબીના કર્મચારીઓ પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. આ દરમિયાન તેઓના ધ્યાનમાં શંકાસ્પદ ટેન્કર આવ્યું હતુ, જેથી જીપીસીબીના કર્મીઓએ પૂછપરછ કરતા ટેન્કરચાલક ભાગી છૂટ્યો હતો, બાદમાં આ ટેન્કરમાં જોખમી કેમિકલ હોવાની જાણ થઇ હતી. જીપીસીબી દ્વારા આ ટેન્કર વટવા જીઆઈડીસી પોલીસને સોપવામાં આવ્યું હતુ. જે બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તો બીજા એક કિસ્સામાં વડોદરાથી હાઈડ્રોલિક એસિડ ભરીને ટેન્કર રાજસ્થાન જઇ રહ્યું હતુ, તે દરમિયાન એસપી રિંગ રોડ ખાતે ટેન્કરની તપાસ કરતા પૂરતા દસ્તાવેજો ન મળતા શંકાસ્પદ હોવાનું જણાઇ આવ્યું હતુ, જેની તપાસ બન્ને પ્રાદેશિક કચેરી દ્વારા કરવામાં આવી રહી છે.