મુંબઈના ભાયખલાના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ

મુંબઈના ભાયખલામાં લાગેલી આ આગમાં હજુ સુધી કોઈ જાનહાનીના સમચાર સામે આવ્યા નથી. હાલ ફાયર ફાઈટરની ટીમ આગ પર કાબૂ મેળવવા મથામણ કરી રહી છે. જો કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ફાયર ઓફિસર કેડી ગાડીગાંવકરે આગની ઘટનાને લઈને જણાવ્યુ હતુ કે, સોમવારે સવારે લગભગ ૬ વાગ્યે આ આગ લાગી હતી.હાલ અહીં ૮ ફાયર એન્જિન અને ૧૦ વોટર ટેન્કરની મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ઘાટકોપર વિસ્તારના એક વેરહાઉસમાં સવારે ભીષણ આગ લાગી હતી. જો કે થોડા કલાકો બાદ આ આગ કાબુમાં આવી હતી. જો કે રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ અંગે નાગરિક અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, જે વેરહાઉસમાં આગ લાગી હતી તે ઘાટકોપરના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવેલું છે. આ આગના વાયરલ થઈ રહેલા વીડિયોમાં આગનુ વિકરાળ સ્વરૂપ જોવા મળ્યુ હતુ. જો કે આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈના ભાયખલા વિસ્તારમાં આવેલા લાકડાના ગોડાઉનમાં  સવારે ભીષણ આગ લાગી હતી. અચાનક લાગેલી આગના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. અહેવાલો અનુસાર, એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ૮ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ એમ્બ્યુલન્સ પણ સ્થળ પર તૈયાર રાખવામાં આવી હતી. જો કે હજુ સુધી આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news