કેન્દ્ર દ્વારા વધુ ૬૬ કરોડ કોવિશિલ્ડનો ઓર્ડર અપાયો
પુના સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટને સૌથી મોટી અસર થઈ છે જેમાં બ્રિટનની ઓકસફર્ડ યુનિ. તથા અમેરિકી ફાર્મા જાયન્ટસ એસ્ટ્રાજેનેકા સાથે સંયુક્ત રીતે કોવિશિલ્ડ તૈયાર કરી છે જે ભારતમાં ૯૦% લોકોને વેકસીનેટ કરવામાં ભૂમિકા ભજવી રહી છે. બીજી તરફ હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક સરકારી સહયોગથી જ વેકસીન ઉત્પાદન કરતી હોવાથી તેનું ૧૦૦% ઉત્પાદન ભારત સરકાર અને ખાનગી કંપનીઓ ખરીદે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વના ગરીબ દેશોને વેકસીન પુરી પાડવા માટે નિર્માતા કંપનીઓ સાથે કરાર કર્યા છે પણ ભારતે નિકાસ પર હોલ્ડ મુકી દીધો છે. તેથી વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રોગ્રામમાં ફકત ૨૫% જ વેકસીન મળે તેવી શકયતા છે. સરકારને કોવિશિલ્ડને ડિસેમ્બર સુધીમાં ૬૬ કરોડ ડોઝ પુરા પાડવા ઓર્ડર આપ્યો છે.
દર મહીને કોવિશિલ્ડના ૨૦ કરોડથી વધુ ડોઝ સરકારને મળશે અને કોવેકસીનને ૨૮.૫૦ કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે.દેશમાં કોરોના વેકસીનેશનના ઝડપથી આગળ વધી રહેલા કાર્યક્રમમાં કેન્દ્ર સરકારે દેશના વેકસીન ઉત્પાદકો પર નિકાસ પ્રતિબંધ લાદી દેતા વિશ્વ આરોગ્ય સંસ્થાના વૈશ્વીક વેકસીનેશન પ્રોગ્રામની પણ અસર થશે. કેન્દ્ર સરકારે જાહેર કર્યુ છે કે જયાં સુધી ભારતીય તમામ વયસ્કોને વેકસીનેટ કરાશે નહી. ત્યાં સુધી વેકસીનની નિકાસ ને મંજુરી અપાશે નહી.