બાવળામાં 10 ફૂટ લાંબા અજગરનું કેસરડી ગામની સીમમાંથી કરાયું રેક્સ્યુ

હાલ જિલ્લામાં મેધમહેર જોવા મળી રહી છે. ધીમી ધારે વરસી રહેલા વરસાદમાં ભાગ્યે જ જોવા મળતા સરીસૃપો દેખાતા હોય છે. ત્યારે બાવળાની કેસરડી ગામમાં 8થી 10 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો.

વિગત પ્રમાણે બાવળાના કેસરડી ગામમાં ખેડૂત લધુભાઇ દીપાભાઇએ પોતાના ખેતરમાં જુવાર વાવી છે. આ જુવારના ખેતરમાં આશરે આઠથી દસ ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો. આ અજગર રોઝના બચ્ચાનો શિકાર કરી ગળી ગયેલી હાલતમાં જોવા મળ્યો હતો. ગામની સીમમાં અજગર દેખાવાની વાત પ્રસરતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. જેને લઇને ગામના યુવા સરપંચ શંભુભાઇ કોળી પટેલે વનવિભાગને જાણ કરી હતી.

વન વિભાગને જાણ થતા વન વિભાગના કર્મચારી આરએફઓ એન એણ મકવાણા, બીજી વાઘેલા, વનપાલ મહેન્દ્ર બારિયા અને નિરંજન શ્રીમાળી ખેતરમાં પહોંચી હતા. જ્યાં આ વનવિભાગના કર્મીઓએ અજગરના રેસ્ક્યુ માટે ભારે જહેમત ઉઠાવી હતી અને અજગરને કોથળામાં પુરી દઇને કુદરતી વાતાવરણમાં સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news