ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે આઇએએસ ઑફિસર પંકજ કુમારની નીમણુંક
ગાંધીનગર: ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારના નામ પર મહોર મારવામાં આવી છે. પંકજ કુમાર 1986ની બેચના આઇએસ ઑફિસર છે. પંકજ કુમાર અનિલ મુકિમના સ્થાને ચીફ સેક્રેટરી તરીકે 31 ઓગસ્ટથી ચાર્જ સંભાળશે. હાલના મુખ્ય સચિવ અનિલ મુકિમ 31 ઓગસ્ટના રોજ સેવા નિવૃત થઇ રહ્યાં છે.
ગુજરાતના નવા મુખ્ય સચિવ વિશે જાણકારી મેળવીએ તો પંકજ કુમાર મૂળ બિહારના વતની છે. અને આઈઆઇટી કાનપુરમાંથી સિવિલ એજિનીયરિંગ ફેકલ્ટીમાં બીટેક થયેલા છે. તેઓએ પબ્લિક પોલિસી અને મેનેજમેન્ટમાં એમબીએ અભ્યાસ કર્યો છે. તેઓ 25 ઓગસ્ટ 1986થી આઇએસ તરીકે જોડાયેલા છે અને હાલ તેઓ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો પદભાર સંભાળી રહ્યાં છે.