જીપીસીબી દ્વારા એસિડિક વોટરને ગેરકાયદેસર રીતે ગટરમાં ઠાલવતી લીજેન્ડ ઇન્ડસ્ટ્રીઝ સામે કાર્યવાહી, ફરિયાદ નોંધાવી

ખારીકટ કેનાલમાં ગેરકાયદેસર રીતે ઠલવાતા પ્રદુષિત પાણી અંગેની ફરિયાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં OA673/18 ના અનુસંધાને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા આપવામાં આવેલ સુચનાથી ખારીકટ કેનાલમાં મોનીટરીંગ કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામા આવેલ છે. જે નવેમ્બર 2019થી કાર્યરત છે.

આ ટાસ્ક ફોર્સમાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ વટવા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગ્રીન એન્વાયરમેન્ટ સોસાયટી વટવાના હોદ્દેદારો અને અધિકારીઓ સામેલ છે. આ ટાસ્ક ફોર્સ દિવસ રાત ખારીકટ કેનાલનું મોનીટરીંગ કરી અને તેમાં કોઇ પણ પ્રકારનું ગેરકાયદેસર એફ્યુલઅન્ટ ઠલવાતુ નથી કે કેમ તેની સતત તપાસ કરે છે.

આ ટાસ્ક ફોર્સ દ્વારા તારીખ 9-7-21 ના રોજ સવારે 8-30 કલાકે ખારીકટ કેનાલનું મોનીટરીંગ કરતા એસીડીક વોટર ડિસ્ચાર્જ થયેલ જાણવા મળ્યું તેની આગળ તપાસ કરતા આ એસીડીક વોટર એલ એન્જીનિયરીંગ પ્લોટ નંબર 215, ફેઝ -2ની સામે આવેલી સ્ટોમ વોટર ડ્રેનમાં વરસાદી પાણીની ગટરમાં ગેરકાયદેસર ટેન્કર દ્વારા ઠલાવવામાં આવ્યું છે. તેવું જાણવા  મળ્યું હતુ. આ અંગે આસપાસની કંપનીઓની સીસીટીવી ફૂટેજમાં તપાસ કરતા તારીખ 09-07-2021ના રોજ રાત્રે 2-30 કલાકે ઠલવાયાનું જોવા મળ્યું હતુ. ત્યારબાદ ખાનગી માહિતીના અનુસંધાને વિશેષ તપાસ કરતા આ ટેન્કર Legend Industries Plot No 478, Phase 2 GIDC વટવામાંથી જ ભરાયેલ અને તેના દ્વારા  ગેરકાયેદેસર નિકાલ કરેલ તેવું જણાઇ આવ્યું હતુ. 

આ બાતમીના આધારે  તારીખ 11-7- 21 ના રોજ GPCB  વટવાના પ્રાદેશિક અધિકારી સી એ શાહ અને તેમની ટીમ અને ગ્રીન એન્વાયરમેન્ટ વટવાના એક્ઝિક્યુટિવ ડાયરેકટર અને સી.ઇ.ઓ દીપક દાવડા તથા તેમની ટીમ દ્વારા ટેન્કર Legend Industries Plot No 478, Phase 2ની સંપૂર્ણ તપાસ કરતા આ માહિતી સાચી પુરવાર થયેલ ,તદ્દ પરાંત Legend Industries Plot No 478, Phase 2  દ્વારા એન્વાયરમેન્ટ ક્લિયરંસ લીધા વગરની પ્રોડક્સ  પણ વધુ પ્રમાણમાં બનાવવામા આવેલી હતી. વિશેષ તપાસ કરતા 50 હજાર લીટર એસીડીક વેસ્ટ વોટર (મધર લીકર)નો જથ્થો પણ સ્ટોર કરાયેલ હતો. આ અંગેની વિસ્તૃત  જાણકારી GPCBના મેમ્બર સેક્રેટરી એ વી શાહને કરેલ અને તેમની સુચના અનુસાર તપાસ કરેલ અને ત્યારબાદ પોલીસ ફરિયાદ GIDC  વટવા પોલીસ સ્ટેશનમાં કરવામા આવેલ છે. અત્રે નોધનીય છે કે  GPCB વટવા ઓફીસ તથા ગ્રીન એન્વાયરમેન્ટ દ્વારા GIDC માં રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ કરવામા આવે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news