વડોદ ડેમના બે દરવાજા ખોલવામાં આવતા સૌકા-લીંબડી વચ્ચેનો પુલ ધોવાયો

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વડોદ ગામ પાસે આવેલા ડેમમાંથી આજે હેઠવાસમાં આવેલા ગામના ચેકડેમ ભરવા માટે પાણી છોડાયું હતું. જો કે, સુવિધા માટે છોડાયેલા પાણીના કારણે સમસ્યા સર્જાઈ છે.નદીમાં છોડાયેલા પાણીના કારણે સૌકા-લીંબડી પાસેનો પુલ ધોવાઈ જતા લીંબડીના સૌકા, લીયાદ અને લાલીયાદ ગામના દસ હજાર લોકો સંપર્ક વિહોણા બન્યા છે.

વઢવાણ તાલુકાના વડોદ ગામે આવેલા ડેમના બે દરવાજા એક ફૂટ ખોલી ૯૬૦ ક્યુસેક પાણી છોડવાનો ર્નિણય ડેમ વિભાગના અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો અને ડેમનું પાણી લીંબડી ભોગાવા-૨ નદીમાં છોડવામાં આવ્યું હતુ. ૧૩ ગામોનો ચેકડેમો ભરવા માટે અને ડેમની મરામત કરવા પાણી છોડવાનો ર્નિણય કરાયો હતો. પરંતુ વઢવાણના વડોદ ડેમના બે દરવાજા ખોલી લીંબડીના ભોગાવા નદીમાં ૯૬૦ ક્યુસેક પાણી છોડાતા સૌકા-લીંબડી વચ્ચેનો પુલ તૂટ્યો હતો અને લીંબડીના સૌકા, લીયાદ અને લાલીયાદ ગામના અંદાજે ૧૦ હજાર લોકો સંપર્ક વિહોણા બન્યા છે.

પાણી છોડાતાં વડોદ ડેમની નીચાણવાળા વિસ્તારમાં આવતા બલદાણા, ઉઘલ, લીયાદ, સૌકા, બોડીયા, લીંબડી, ઉંટડી, ચોકી, જાખણ, ચોરણીયા, ખંભલાવ, પાણશીણા, દેવપરા અને કાનપરા સુધીના ગામોના લોકોને નદીમાં અવરજવર નહીં કરવા માટે તાકેદ કરી દેવામાં આવ્યા હતા. આ અંગે વડોદ ડેમના ડે.ઈજનેર આકાશ પટેલે જણાવ્યું હતું કે, વડોદ ડેમની સિંચાઈ યોજનામાંથી નીચાણ વાળા ચેકડેમો ભરવા માટે પાણી છોડવાનું આયોજન છે. સાથોસાથ ડેમનું મરામત પણ કરવાનું હોવાથી ડેમ ખાલી કરવો જરૂરી બની ગયો છે.

ઉનાળું સીઝન લેવાઈ ગઈ છે. ચોમાસા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સિંચાઈ માટે પાણી છોડવાની વાત કોઈના ગળે ઉતરે તેમ નથી. કારણ કે, વડોદ ડેમનું પાણી છોડવામાં આવશે તો સૌકા-લીંબડીને જાેડતો એકમાત્ર માટીનો કાચો પુલ તૂટી જવાની પુરેપુરી શક્યતા હતી. સૌકા-લીંબડી વચ્ચેનો પુલ તૂટશે તો સૌકા, લીયાદ અને લાલીયાદ ગામના ૧૦ હજારથી વધુ લોકો સંપર્ક વિહોણા બની જશે તેવો ભય પણ સતાવી રહ્યો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news