યાસનો ખતરોઃ બંગાળ, ઓડિશા પર ૨૬મીએ વાવાઝોડું ત્રાટકશે

એનડીઆરએફની ૬૫ ટીમ તૈનાત

બંગાળની ખાડી પર શનિવારે ઘટેલા દબાણને લીધે પશ્રિ્‌ચમ બંગાળ, ઓડિશા અને બંગલાદેશના કિનારાના વિસ્તારો પર ૨૬મી મેના દિવસે જાેરદાર વાવાઝોડું ત્રાટકવાની આગાહી હવામાન વિભાગે રવિવારે કરી હતી.

સંરક્ષણ પ્રવકતાએ જણાવ્યું હતું કે વાવાઝોડું જ્યાં સૌથી વધુ ત્રાટકવાનું છે, એ વિસ્તારોમાં ઝડપથી રાહત અને બચાવકાર્ય માટે નૌસેનાએ પોતાના જહાજાે અને વિમાનો તૈયાર રાખ્યા છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે વાવાઝોડું બુધવારે (૨૬મી મે) સાંજે બંને રાજ્યો પર ત્રાટકશે.

વાવાઝોડાને લીધે પવન ૯૦થી ૧૧૦ કિ. મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

૨૬મીએ કિનારા નજીકના જિલ્લાઓમાં અમુક સ્થળે ભારેથી અતિભારે અને બંને રાજ્યોમાં અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news