કુવાડવા-વાંકાનેર પર પીપરડી ખાતે દેવ ઇંડસ્ટ્રીમાં બોઇલર ફાટતા ભયંકર બ્લાસ્ટ
રાજ્યમાં ઔદ્યોગિક એકમોમાં આગની ઘટનાઓ બની રહી છે, ત્યારે વધુ એક કંપનીમાં બોઇલર ફાટતા બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ-રાજકોટ હાઇવે પર વાંકાનેર નજીક આવેલ કુકાવાડા ગામની સીમમાં આવેલી દેવ ઇન્ડ્રસ્ટીમાં સોમવારે રાત્રે 9 કલાકની આસપાસ અગમ્ય કારણોસર અચાનક બોઇલર ફાટતા મોટો બ્લાસ્ટ થયો હતો. બોઇલર ફટતા સર્જાયેલા ભયંકર વિસ્ફોટથી આસપાસના ગામમાં રહેતા લોકો પણ હેબતાઇ ગયા હતા.
પીપરડીની સીમમાં આવેલી દેવ ઇન્ડસ્ટ્રીમાં બોઇલર ફાટવાની ઘટના સમયે આશરે 40 જેટલા કર્મચારીઓ હાજર હતા, જેમાંથી ચાર જેટલા કર્મચારીઓના મોત નીપજ્યા છે, પરંતુ મોતને લઇ કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ નથી. ઘટનાને લઇને પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. રાજકોટનો ફાયર વિભાગ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.