મણિપુરના જંગલોમાં લાગી ભીષણ આગ, સીએમ બીરેને મદદ માંગી
મણિપુરના જંગલોમાં લાગેલી આગ તેજીથી ફેલાઈ રહી છે. મણિપુર- નાગાલેન્ડની સીમા પર સ્થિત દજુકો રેંજ બાદ ઉખરુલના શિરુઈ પહાડી પર જંગલોમાં ભીષણ આગ લાગી છે. જંગલો અને પહાડીમાં લાગેલી આગની ઘટના પર મણિપુરના મુખ્યમંત્રી બીરેન સિંહે ચિંતા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી એન બીરેન સિંહે કહ્યું કે શિરૂઈ પહાડી પર ફેલાયેલી આગ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. સીએમ એન બીરેન સિંહે આ સમગ્ર મામલે ગૃહ મંત્રાલયના એડિશનલ સચિવ પાસે મદદ માંગી છે. સીએમ બિરેન સિંહે એનડીઆરએફ સમક્ષ પણ આગ ઓલવવામાં મદદ માંગી છે. અગાઉ ગૃહમંત્રી અમિત શાહે મણિપુર- નાગાલેન્ડની સામે પર સ્થિત દજુકો રેંજની જંગલોમાં લાગેલી આગ પર ચિંતા વ્યક્ત કરતાં મુખ્યમંત્રી એન બીરેન સિંહ સાથે ફોન પર વાત કરી હતી અને હરેક સંભવ મદદ કરવાની વાત કહી હતી.
મણિપુરના મુખ્ય સચિવે પણ આ મામલે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે આગ પર કાબૂ મેળવવા માટે મણિપુર સરકારે એનડીઆરએફ પાસે મદદ માંગી છે. આ ઉપરાંત સેના અને આસામ રાયફલ્સને પણ આગ પર કાબૂ મેળવવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે અગ્નિશમન અને વન વિભાગના કર્મચારીઓ સ્થાનિક સ્વયંસેવકો સાથે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મણિપુર- નાગાલેન્ડની સીમા પર આવેલ દજુકો રેંજના જંગલોમાં લાગેલી આગ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફોન કરી સીએમ બીરેન સિંહ સાથે વાત કરી હતી. જંગલોમાં લાગેલી આગની સ્થિતિ પર જાણકારી લીધી હતી. અમિત શાહે ભરોસો અપાવ્યો હતો કે હરેક સંભવ મદદ કરવામાં આવશે.