કોકા-કોલા ‘કચરા વિનાના વિશ્વ’નું સર્જન કરવાના સ્વપ્નને ફરી જીવંત કરે છે

આ વિશ્વ રિસાયક્લીંગ દિન પર વધુ મજબૂત રીતે ઉભરતા

Text Box: હાંસલ કરેલ મહત્ત્વની સિદ્ધિઓ: 

કંપનીએ તેના વૈશ્વિક કચરા વિનાના વિશ્વની શરૂઆતથી અત્યાર સુધીમાં 1,10,000+ MT કચરો એકત્ર કર્યો છે 
પેકેજિંગ એસોસિયેશન ફોર ક્લિન એન્વાયર્નમેન્ટ (PACE) સાથેની ભાગીદારીમાં ઉદ્યોગ આધારિત PRO (પેકેજિંગ રિસાયક્લીંગ ઓર્ગનાઇઝેશન)નો પ્રારંભ
•	દેશભરમાં 100 MRFs (મટિરીયલ રિકવરી ફેસિલીટીઝ)ના નેટવર્કનું સર્જન કરવાનો આશય 
પ્રોજેક્ટ પૃથ્વી:
એકત્રીકરણ વ્યવસ્થાને મજબૂત બનાવવા મટિરીયલ રિકવરી ફેસિલીટીઝ અને સ્વચ્છતા કેન્દ્રોની સ્થાપના કરવી:  
•	36 શહેરામાં કામગીરી અને 4,200+ કચરો વીણતા કામદારોને અપાયેલા લાભ
•	ડેટ વિથ ઓશ ભાગીદારી જેથી મુંબઇના 43 વિસ્તારોમાં 15,000+ લોકો પર અસર પાડી શકાય 
સપોર્ટ માય સ્કુલ (SMS)
•	ભારતમાં 10000+ સરકારી શાળાઓમાં વેસ્ટ મેનેજમેન્ટ કાર્યક્રમ 
•	2 મિલીયન વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે 
અલગ કરો – હર દિન તેરે બીન કાર્યક્રમ
•	42 રહેણાંક સોસાયટીઓ, 412 ઓફિસો અને 87 રેસ્ટોરન્ટ સહિત 22,000 ઘરોમાં અમલીકરણ
•	વેસ્ટ મેનેજમેન્ટ માટે 39 શાળાઓમાં 23,800 વિદ્યાર્થીઓને સમજાવ્યા
•	525 કચરો વીણતા કામદારોને સશક્ત બનાવ્યા, ગુજરાન, આરોગ્ય અને સ્વચ્છતાની સ્થિતિમાં સુધારો કર્યો
પ્લાસ્ટિક સર્ક્યુલર અર્થતંત્રનું સર્જન કરવા માટે એનજીઓ જેમ કે સાહસ, ચિંતન, હસીરુદલા સાથે MRF (મટીરિયલ રિકવરી ફેસિલીટીઝ) જેવી આંતરામાળખાકીય સવલત સ્થાપવા તરફે એક કરતા વધુ હિસ્સેદારો સાથે ભાગીદારી 
નવી દિલ્હી, 20 માર્ચ 2021: વિશ્વ રિસાયક્લીગ દિનના રોજ કોકા-કોલા ઇન્ડિયાએ તેની અનેક મહત્ત્વની સસ્ટેનેબલ અગ્રિમતાઓમાંની એક એવી વેસ્ટ મેનેજમેન્ટ તરફ પોતાની પ્રતિબદ્ધદ્ધતે વધુ ઉગ્ર બનાવી છે. ભારત સરકારના સ્વચ્છ ભારત (ક્લિન ઇન્ડિયા) મિશન, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો અને યુનાઇટેડ નેસન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સાથે મળતો આવતો કંપનીની વૈશ્વિક પહેલ કચરા વિનાનું વિશ્વ’નો હેતુ સર્ક્યુલર પ્લાસ્ટિક અર્થતંત્રનું સર્જન કરવાનો છે, જેણે દેશમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વને 2030 સુધીમાં કચરા મુક્ત બનાવવાની પોતાની પ્રતિબદ્ધતા તરફે કોકા કોલા કંપનીએ ભારતમાં કચરા વિનાના વિશ્વના ત્રણ વ્યૂહાત્મક સ્તંભો – ડિઝાઇન, એકત્રીકરણ અને ભાગીદારમાં ભારતમાં નિર્ણાયક વિકાસ સાધ્યો છે.

લૂપને બંધ કરીને પ્લાસ્ટિક્સના સર્ક્યુલર અર્થતંત્રનું સર્જન કરવાના હેતુથી કોકા કોલા કંપની કચરા એકત્રીકરણ કરનારાઓથી લઇને રિસાયક્લર્સ સુધી પ્લાસ્ટિક રિસાયક્લીંગ વેલ્યુ ચેઇન સાથે જોડવાનો ઇરાદો ધરાવે છે. વર્ષો વીતતા કંપનીએ કચરા એકત્રીકરણ અને રિસાયક્લીંગ પર ફોકસ કરીને વિવિધ વ્યૂહાત્મક અસંખ્ય હિસ્સેદાર ભાગીદારીની શરૂઆત કરી છે.

હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ પ્રાયવેટ લિમીટેડે  (એચસીસીબીપીએલ) યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) સાથે મળીને પૃથ્વી પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો., જે એન્ડ-ટુ-એન્ડ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ છે, જેને ભારતભરમાં 50 શહેરોમાં શરુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કરોડ સમભાવ – ક્લોઝીંગ મટીરિયલ લૂપ્સ માટે કોકા-કોલા ઇન્ડિયાએ પેકેજિંગ એસોસિયેશન ફોર ક્લિન એન્વાયર્નમેન્ટ (PACE) સાથે ભાગીદારી કરીને એક એવી સિસ્ટમ વિકસાવવા માગે છે જેમાં નૈતિકતા, પારદર્શકતા, સારી સંભાળ અને કચરાને શોધી કાઢવાનો સમાવેશ થાય છે.

પર્યાવરણ પરત્વેની તેની જવાબદારીની જાણ હોવાથી કંપની સતત હળવા વજનવાળા પેકેજિંગ પર કામ કરી રહી છે અને અમારા કચરા વિનાનું વિશ્વ પહેલ પહેલ મારફતે નવીન પેકેજિંગ સોલ્યુશન્સ રજૂ કરી રહી છે.

કોકા-કોલા ખાતે અણારી કંપનીનો હેતુ વિશ્વને તાજુ રાખવાનો અને તફાવત લાવવાનો છે જેણે અમને સુંદર બ્રાડઝનું સર્જન કરવામાં અને ટકાઉ રીતે કારોબાર કરવા માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યુ છે. અમારા દરેક પ્રયત્નોમાં અમે અમારા ગ્રાહકો સાથે પારદર્શક રહેવા માટે સંઘર્ષ કરીએ છીએ. અમે સંશોધન કરવાનું અને પુનઃસંશોધન કરવાનું ચાલુ રાખીશું જેથી વૈશ્વિક ચિંતાઓ અને પ્લાસ્ટિકની આસપાસની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય.”

એકત્રીકરણની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે અન્ય વિવિધ પહેલો જેમ કે મટીરિયલ રિવકરી ફેસિલીટીઝ (MRF)ય સ્વચ્છતા કેન્દ્રોની સ્થાપનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વધુમાં વર્તણૂંક ફેરફાર માટે શહેરીજનોની હેરફેર, ડેટ વિથ ઓશન, સપોર્ટ માય સ્કુલ – મિશન રિસાયક્લીંગ પ્રોગ્રામ, અલગ કરો સાથેની ભાગીદારીને ભારતભરમાં સફળતાપૂર્વક અમલી બનાવવામાં આવી છે. સામાજિક સલામતી અને કચરો ઉપાડતા કામદારોના સન્માનની ખાતરી કરવા માટે મહિલા સેવા ટ્રસ્ટ (SEWA) સાથે કંપનીએ ભાગીદારી કરી છે જેથી કચરો ઉપાડતા કામદારોનું સશક્તિકરણ, ક્ષમતા નિર્ધારણ અને સામાજિક રક્ષણ યોજનાઓમાં ઍક્સેસ પૂરો પાડી શકાય.

કચરા મુક્ત દેશ બનાવીને સર્ક્યુલર પ્લાસ્ટિક અર્થતંત્રનું સર્જન કરવાનો કોકા-કોલા ઇન્ડિયાનો પ્રયત્ન ગાઢ બની રહ્યો છે. કોકા-કોલા ઇન્ડિયા ફાઉન્ડેશન, HCCBL અને અમારી ફ્રેંચાઇઝ બોટલીંગ કામગીરીઓની સાથે ભાગીદારો સંકલિત પ્લાસ્ટિક સંચાલન અને ભારતમાં કાર્યક્ષમ રિસાયક્લીંગને વેગ આપવા માટે ટકાઉ વિકાસ, સમુદાય આધારિત કાર્યક્મો માટે અથાગ કામ કરી રહ્યા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news