ગાંધીનગરમાં સતત બીજા દિવસે આગનો બનાવ

સેક્ટર-૧૪માં હાઉસિંગ બોર્ડના વીજ મીટરમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઊઠી

ગાંધીનગરમાં શુક્રવારે સેક્ટર-૧૬માં આવેલી હોટલમાં આગ લાગવાનો બનાવ બન્યા બાદ શનિવારેગાંધીનગરના સેક્ટર-૧૪માં આવેલ હાઉસિંગ બોર્ડના મકાનના વીજ મિટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે આગ બુઝાવી રાહતનો દમ લીધો હતો.

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગાંધીનગર શહેરમાં આગના બનાવો દિન-પ્રતિદિન વધવા લાગ્યા છે. શુક્રવારે ગાંધીનગર સેક્ટર-૧૬માં આવેલ મિડ ડે સ્કાય હોટલ નામના ગેસ્ટ હાઉસમાં વહેલી પરોઢે આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડ ટીમે ઘટના સ્થળે દોડી જઇ ત્રણ કપલોને ઉગારી લીધા હતા. ત્યારે હોટલમાં શોર્ટ સર્કિટ કે દીવાના કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડની તપાસમાં બહાર આવ્યું હતું.

જ્યારે આજે બીજા દિવસે સવારે ગાંધીનગરના સેક્ટર-૧૪ માં આવે હાઉસિંગ બોર્ડના મકાનનાં વીજ મિટરમાં આગ લાગ્યાનો સંદેશો મળતા ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. સવારના સમયે હાઉસિંગ બોર્ડના મકાન નંબર-૬ નાં વીજ મિટરમાં આગ લાગતા વસાહતીઓ ફફડી ઉઠયા હતા ફાયર બ્રિગેડ ટીમે પાણીનો મારો ચલાવી તેમજ મીટરની મુખ્ય લાઈનનો વાયર કાપીને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી માત્ર વીજ મીટર બળીને ખાખ થઈ ગયું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news