૧૪ માર્ચથી મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચશેઃ હવામાન વિભાગ

શિયાળાની વિદાય સાથે જ હવે કાળઝાર ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે ગુજરાતીઓએ પ્રચંડ ગરમી સામનો કરવો પડશે. કારણ કે આગામી દિવસોમાં આકાશમાંથી અંગારા વરસવાના છે.

હવામાન વિભાગે ૧૪ માર્ચથી મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ તાપમાન વધવાનું શરૂ થઈ ગયું છે. દિવસેને દિવસે ગરમીનો પારો ઉંચો જઈ રહ્યો છે.

રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન વધીને પારો ૩૩ ડિગ્રીએ પહોંચી ગયો છે. આજે ડીસામાં ૩૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદ, સુરત, વડોદરા, ભૂજ, ગાંધીનગર, ભાવનગરમાં ૩૩ ડિગ્રી તાપમાન નોધાયું છે. જાે કે આગામી ચાર દિવસ બાદ ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચીને તેનું અસલી સ્વરૂપ દેખાડશે.

ગરમી વધવાની સાથે જ લોકો તાપથી બચવા માટે એસીની ખરીદી કરી રહ્યા છે. શિયાળા અને ચોમાસામાં કરતા હાલમાં ત્રણ ગણા એસીનું વેચાણ વધી ગયું છે. એક બાજુ ભારે તાપ તો બીજી બાજુ તાપથી બચવા માટે અલગ અલગ કમ્પનીઓ એસી પર ઓફર પણ આપી રહી છે. જેમ જેમ ગરમીનો પારો ઉંચો જતો જશે તેમ તેમ એસીના વેચાણમાં પણ વધારો થશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news