પીપોદરા નજીક હાઈવે પર પૂંઠા ભરેલા આઈસરમાં આગ, ચાલકનો જીવ બચ્યો
સુરત નજીક આવેલા પીપોદરા ગામ પાસે નેશનલ હાઇવે ઉપર સવારે એક દોડતા આઇસર ટેમ્પોમાં આગ લાગી ગઈ હતી. પૂંઠા ભરેલા ટેમ્પોમાં આગ લાગી હોવાની જાણ ચાલકને નહોતી. જો કે સળગતા પૂંઠાને જોઈને અન્ય વાહનચાલકોએ આઈસર ટેમ્પોના ડ્રાઈવરનું ધ્યાન દોર્યું હતું. જેથી તે સિફ્તપૂર્વક નીચે ઉતરી જતાં જીવ બચી ગયો હતો. બાદમાં આગની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયરની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુરતથી પીપોદરા જતા આઈસર ટેમ્પોમાં આગ લાગી હોવાનું અન્ય વાહનચાલકે કહ્યું હતું. જેથી ડ્રાઈવરના ધ્યાનમાં આવતા તેણે રોડની બાજુએ આઈસર ટેમ્પો પાર્ક કરી ફાયરને જાણ કરી હતી. બાદમાં ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લઈ લીધી હતી.પૂંઠા ભરેલા આઇસર ટેમ્પોમાં લાગેલી આગ પાછળનું કોઈ કારણ જાણી શકાયુ નહોતું.
આ દુર્ઘટનામાં માત્ર ટેમ્પામા લઈ જવાતા પૂંઠાનો જથ્થો જ બળીને ખાક થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર ઓફિસર વાળાએ જણાવ્યું હતું કે, આગનો કોલ લગભગ સવારે ૫ઃ૧૯નો હતો. માહિતી મળતા જ તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બર્નીગ ટેમ્પોને લઈ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયું હતું. જોકે સમય સર ઘટના સ્થળે પહોંચી જતા આગને કાબૂમાં લઈ ટેમ્પાને બચાવવામાં સફળ રહ્યા હતાં. પૂંઠાનો જથ્થો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો. જોકે કોઈ જાનહાની નોંધાઈ ન હતી.