કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે બસ સ્ટેશનની સફાઈ કરી પાટણ જીલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’નો કરાવ્યો પ્રારંભ
સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કર્મીઓની સેવાઓને બિરદાવતા કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત
રાજ્યભરમાં 17 સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં 17 સપ્ટેમ્બર થી શરૂ થતા ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર બસ સ્ટેશન ખાતે હાથમાં ઝાડુ લઈને બસ સ્ટેશનની સફાઈ કરીને જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે બસ સ્ટેશનની સ્વચ્છતા કરી વહીવટીતંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. સાથે સ્વચ્છતાકર્મીઓની સેવાઓને બિરદાવી સ્વચ્છ અભિયાન પ્રસંગે સૌને સ્વચ્છ ભારતના મિશનમાં જોડાવવા સિદ્ધપુર નગરજનોને અપીલ કરી હતી. ત્યારબાદ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અઘ્યક્ષતામાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સૌએ સ્વચ્છતાના શપથ લીધા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, મદદનીશ કલેકટર હરિણી કે.આર, પ્રાંત અધિકારી જય બારોટ, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, સિદ્ધપુર એપીએમસી ચેરમેન વિષ્ણુભાઇ પટેલ, સંગઠનના આગેવાનો શંભુભાઇ દેસાઈ, વિક્રમસિંહ ઠાકોર ઉપરાંત પદાધિકારીઓ, આગેવાનો અને સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.