પાંડેસરામાં ડાઈંગ મિલમાં કારીગરનું બોઇલર મશીનનું ઢાંકણ ખોલતાની સાથે જ મોત
સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારની એક ડાઈંગ મિલમાં કારીગરનું બોઇલર મશીનનું ઢાંકણ ખોલતાની સાથે જ પ્રેશરથી ફેંકાઈ જતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. કનિષ્કા ડાઈંગ મિલમાં બનેલી આ ઘટના બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોતાના સાથી કર્મચારી મનીષ નામના મોત બાદ અન્ય કર્મચારીઓ ભેગા થઈ ગયા હતા. મૃતક મનીષ યુપીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. રજનીશ પટેલ (મૃતકનો નાનોભાઈ) એ જણાવ્યું હતું કે તેઓ મૂળ મધ્ય પ્રદેશ ના રહેવાસી છે અને ૭ ભાઈ-બહેન અને માતા-પિતા સાથે રહીએ છે. સતીષ ૨૫ વર્ષથી આ કંપનીમાં બોઇલર મશીન પર ઓપરેટર તરીકે કામ કરતો હતો.
સવાર પાળીમાં ગયા બાદ અકસ્માત થયો હોવાની જાણકારી મળી હતી. ઘટના સ્થળે જ સતિષનું મોત નીપજ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, બોઇલર મશીનમાં ડોક્યું કરવા જતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ બાદ પોલીસ દોડીને આવી ગઈ હતી. મૃતક સતીષ| પર જ પરિવારના ૧૦ જણાનું ગુજરાન ચાલતું હતું. પાંડેસરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.