ઉત્તર દિલ્હીના અલીપુરમાં પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં 11ના મોત, ચાર ઘાયલ
નવી દિલ્હી: ઉત્તર દિલ્હીમાં અલીપુરના દયાલપુર બજારમાં ગુરુવારે સાંજે એક પેઇન્ટ અને કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને ચાર અન્ય ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના અધિકારીએ જણાવ્યું હતું કે, “તમામ ઘાયલોને નજીકની રાજા હરિશ્ચંદ્ર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.” ગુરુવારે સાંજે 5.25 વાગ્યે આગની જાણ કરવામાં આવી હતી અને લગભગ 22 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
અધિકારીએ જણાવ્યું કે રાત્રે લગભગ 9 વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત બે મોટરસાયકલ, બે કાર અને એક મીની ટ્રકમાં પણ આગ લાગી હતી. તેમણે કહ્યું કે હાલ ઘટના સ્થળે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.