ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટમાં રોકાણ આકર્ષવા ગુવાહાટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રોડ શો સફળતાપૂર્વક સંપન્ન થયો

ગુજરાત સરકારના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના માનનીય મંત્રી મુળુભાઈ બેરાએ રોડ શોને સંબોધિત કર્યો

ગુજરાત સરકારના પર્યટન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તનના માનનીય મંત્રી મુળુભાઈ બેરાની આગેવાની હેઠળનો વાઈબ્રન્ટ ગુજરાત રોડ શો ૨૪મી નવેમ્બર, ૨૦૨૩ના રોજ ગુવાહાટીમાં સફળતાપૂર્વક સંપન્ન થયો. ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત અગ્રણીઓએ ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે રોડ શોમાં હાજરી આપી હતી.

ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટી, આઈટી અને આઈટીઈએસ, સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ, બાયોટેક્નોલોજી, અને કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અને સહકારના ક્ષેત્રોને એક્સપ્લોર કરવા તેમજ ગિફ્ટ સિટી, ધોલેરા સર અને બાયોટેક પાર્ક જેવા ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટમાં રોકાણ આકર્ષવા બિઝનેસીસ અને કંપનીઓ માટે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

રોડ શો પહેલા, ગુજરાત સરકારના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તનના માનનીય મંત્રી મુળુભાઈ બેરાએ આસામ પેટ્રો કેમિકલના મેનેજિંગ ડિરેક્ટર રજનીશ ગોગોઈ, બર્જર પેઇન્ટ્‌સ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ સંજય ચૌધરી, લોહિયા ગ્રુપ ઓફ કંપનીઝના મેનેજિંગ ડિરેક્ટર બજરંગ લોહિયા, આનંદ હોલ્ડિંગ્સ એન્ડ રિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ લોકેશ સિંઘલ, પ્રતિક્ષા હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. પ્રમોદ કુમાર, જન્મભૂમિ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્‌સ પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર સુબ્રતો શર્મા અને નુમાલીગઢ રિફાઈનરી લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ભાસ્કર ફુકન સાથે વન-ટુ-વન મીટિંગ કરી હતી.

આ રોડ શોની શરૂઆત CII આસામ કાઉન્સિલના વાઈસ ચેરમેન અને નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાસ્કર ફુકનના સ્વાગત પ્રવચન સાથે કરવામાં આવી હતી અને ત્યારબાદ વાઇબ્રન્ટ ગુજરાત, ધોલેરા SIR  અને GIFT સિટી પર ઑડિયો-વિઝ્યુઅલ ફિલ્મોનું સ્ક્રીનિંગ થયું હતું. વધુમાં, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ IAS સંજીવ કુમારે ગુજરાતમાં વ્યવસાયની તકો પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. એક એક્સપિરીઅન્સ શેરિંગ સત્રમાં CII ગુજરાત કાઉન્સિલના ભૂતપૂર્વ અધ્યક્ષ અને અરૂણયા ઓર્ગેનિક્સ પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર વિનોદ અગ્રવાલે ગુજરાત અંગેનો તેમનો અનુભવ વર્ણવ્યો હતો.

વધુમાં, ગુજરાત સરકારના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તનના માનનીય મંત્રી મુળુભાઈ બેરાએ સંબોધન કરતા, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મહત્વ અને છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યના વિકાસમાં ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જણાવ્યુ હતુ. સંબોધન દરમિયાન, તેમણે જણાવ્યુ કે, ગુજરાત અને આસામ, ભૌગોલિક રીતે દૂર હોવા છતાં, કેટલીક સાંસ્કૃતિક અને આર્થિક સમાનતાઓ ધરાવે છે કારણ કે બંને રાજ્યો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને વૈવિધ્યસભર વાનગીઓ ધરાવે છે જે તેમની અનન્ય પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે.”

તેમણે વધુમાં કહ્યુ કે, “વાયબ્રન્ટ ગુજરાત વ્યાપક સામાજિક-આર્થિક વિકાસ માટે બિઝનેસ નેટવ‹કગ, નોલેજ શેરિંગ અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક ફોરમમાંનું એક બની ગયું છે. આજે વૈશ્વિક સીઈઓ સ્થાનિક ઉદ્યોગો સાથે સંબંધો બનાવવા, વિકાસના નવા રસ્તાઓ પર વિચાર કરવા અને રોકાણ કરવા માટે સહયોગ કરવા અને રાજ્યના આર્થિક વિકાસને આગળ વધારવા માટે ગુજરાતમાં આવે છે.”

માનનીય મંત્રીએ જણાવ્યું હતું કે, “આવનારા વર્ષોમાં ભારતને ૫ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા માટે, ગુજરાતે રાષ્ટ્રીય અર્થતંત્રમાં ૧૦% કે તેથી વધુ યોગદાન આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.” પીએમ ગતિ શક્તિ માસ્ટર પ્લાન, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ, પારદર્શક અને અનુમાનિત કર પ્રણાલી, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ કોમર્સ માટે ઓપન નેટવર્ક જેવી પહેલો સમગ્ર દેશમાં સક્રિયપણે હાથ ધરવામાં આવી રહી છે. .

ગુજરાતના વિકાસ અંગે વાત કરતા માનનીય મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યુ કે, વાઈબ્રન્ટ સમિટે ગુજરાતના ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ જેમ કે ગિફ્ટ સિટી, ધોલેરા, પીએમ મિત્રા પાર્ક, માંડલ બેચરાજી અને પીસીપીઆઈઆર જેવા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન્સમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું, “ભારતને કાપડ ઉત્પાદન અને નિકાસ વૈશ્વિક હબ બનાવવાના સરકારના વિઝનને સાકાર કરવા PM MITRA પાર્ક એક મોટું પગલું છે.”

મંત્રી મુળુભાઈ બેરાએ આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ માટે તમામ સહભાગીઓને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપીને અને દેશની વિકાસ યાત્રામાં સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરીને તેમનું સંબોધન સમાપ્ત કર્યું હતુ. ગુજરાત સરકારના અધિક મુખ્ય વન સંરક્ષક IFS જયપાલ સિંઘ દ્વારા આભારવિધિ સાથે ગુવાહાટી રોડ શોનું સમાપન થયું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news