Weather Forecast: ગુજરાતમાં ઠંડા પવનો શરૂ, આવનારા ૫ દિવસોમાં હજુ પણ તાપમાનનો પારો ગગડી શકે છે

અમદાવાદ: નવા વર્ષની શરૂઆતથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકરો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારે શીત લહેરનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે. લોકોએ ઠંડીમાં વહેલી સવારે કસરત કરવાની શરૂઆત કરી દીધી છે. લોકો ગાર્ડનમાં જોગિંગ કરી દિવસની શરૂઆત કરતા જોવા મળી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે નલિયામાં સૌથી ઓછું ૧૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે અમદાવાદમાં ૧૭ ડિગ્રી અને ગાંધીનગરમાં ૧૫.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આવનારા ૫ દિવસોમાં હજુ પણ તાપમાનનો પારો ગગડી શકે છે. જેને કારણે ઠંડીનો ચમકારો વધશે. અમદાવાદમાં પણ આબુ જેવો અહેસાસ થશે. આખરે રાજ્યમાં ઠંડીની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના ૧૦ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીથી ઓછું નોંધાયું છે. ૧૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે. તો ગાંધીનગર અને સુરેન્દ્રનગર ૧૪ ડિગ્રી, રાજકોટ ૧૪.૨ ડિગ્રી, અમદાવાદ ૧૫.૬ ડિગ્રી તાપમાન નોંધાયું.

આગામી દિવસોમાં ક્રમશઃ ઠંડીની અસર વધતી જશે. અમદાવાદમાં ૧૮ નવેમ્બર બાદ વધુ ઠંડીનો અનુભવ થશે. હાલ ડીસા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભૂજ, રાજકોટમાં ૨૦ ડિગ્રીથી નીચે તાપમાનનો પારો જઈ રહ્યો છે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા ઠંડીની શરૂઆતની આગાહી કરવામાં આવી છે. હવે ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થઈ રહ્યા છે, જેના કારણે ઠંડક અનુભવાશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news